શોધખોળ કરો
Advertisement
શશિ થરૂર બોલ્યા- નાગરિક્તા સંશોધન બિલ પસાર થશે તો મહાત્મા ગાંધી પર ઝીણાનાં વિચારોની જીત થશે
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેંદ્રીય રાજ્ય મંત્રી શશી થરૂરે કહ્યું નાગરિક્તા સુધારા બિલ જો પસાર થશે તો તેનો મતલબ મહાત્મા ગાંધીનાં વિચારો પર મોહમ્મદ અલી ઝીણાનાં વિચારોની જીત થશે.
નવી દિલ્હી: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેંદ્રીય રાજ્ય મંત્રી શશી થરૂરે કહ્યું નાગરિક્તા સુધારા બિલ જો પસાર થશે તો તેનો મતલબ મહાત્મા ગાંધીનાં વિચારો પર મોહમ્મદ અલી ઝીણાનાં વિચારોની જીત થશે. ધર્મનાં આધારે નાગરિક્તા આપવાથી ભારત પાકિસ્તાનનું હિદું સંસ્કરણ બની જશે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર એક સમુદાયને અલગ કરવા ઇચ્છે છે.
શશિ થરૂરે કહ્યું, ધર્મનાં આધારે નાગરિક્તા આપવાથી ભારતનું સ્તર નીચે પડીને પાકિસ્તાનનું હિદું સંસ્કરણ બની જશે. તેમણે કહ્યું જો નાગરિક્તા સુધારા બીલ પસાર થશે તો મને વિશ્વાસ છે કે સુપ્રિમ કોર્ટ બંધારણનાં મૂળ સિધ્ધાતોના ઉલ્લંઘનની મંજુરી નહીં આપે.
નાગરિક્તા સંશોધન બિલ પર કાલે લોકસભામાં ચર્ચાની સંભાવના છે. મોદી સરકાર આ દિવસે જ નીચલા સદનમાં બિલને પાસ કરવા માંગે છે. જ્યાં ભાજપ પાસે બહુમત છે. કૉંગ્રેસ, ટીએમસી, સમાજવાદી પાર્ટી, સીપીએમ, એનસીપી અને ડીએમકે સહિતના અન્ય પક્ષો બિલનો વિરોધ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement