શોધખોળ કરો
પાલઘર પેટાચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- BJPને હવે મિત્રની જરૂર નથી

મુંબઇ: પાલઘરમાં પેટા ચૂંટણીમાં હાર બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપને હવે મિત્રની જરૂર નથી. જો કે ઉદ્ધવ ઠાકરેએ સરકારમાંથી બહાર નીકળવાની વાત કરી નથી. ઉદ્વવ ઠાકરે કહ્યું આજે લોકતંત્રને બચાવવાની જરૂર છે. મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપની જીત પર સવાલ ઉઠાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ભાજપને હવે મિત્રોની કોઈ જરુર નથી રહી. પાલઘરમાં 60 ટકા લોકોએ ભાજપને નકારી દીધી છે. કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કરતા ઉદ્ધવે કહ્યું હતું કે, પીએમને હવે લોકોના મનની વાત સાંભળવામાં કોઇ રસ નથી. ભાજપ તરફથી મુખ્યમંત્રી ફડણવીસે શિવસેનાને જવાબ આપતા કહ્યું કે, ચૂંટણી થઇ ગઇ છે. શિવસેનાએ હવે જૂની વાતોને ભૂલી જોવું જોઈએ. ગઠબંધન માટે અમારા તરફથી ના નથી પરંતુ શિવસેનાએ નક્કી કરવાનું છે કે ગઠબંધનમાં રહેવું કે નહીં. જણાવી દઈએ કે, પાલઘરમાં બેઠક પર શિવસેનાએ ભાજપ વિરુદ્ધ પોતાના ઉમેદવાર ચિંતામણ બનગાને ઉતાર્યો હતો. જો કે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતે જીત મેળવી હતી. ઠાકરેએ પાલઘરમાં શિવસેનાની હાર સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેમણે સરકાર પાસેથી મતદાન તેમજ કાઉન્ટિંગ બંને પર જવાબ માગ્યો હતો.
વધુ વાંચો





















