Sidhi Road Accident: સીધીમાં ભયંકર રોડ અકસ્માત, બોલેરો પલટી જતાં 2 બાળકો સહિત 7નાં મોત
મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક ભંયકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.
![Sidhi Road Accident: સીધીમાં ભયંકર રોડ અકસ્માત, બોલેરો પલટી જતાં 2 બાળકો સહિત 7નાં મોત sidhi news road accident truck overturned on bolero 7 people died Sidhi Road Accident: સીધીમાં ભયંકર રોડ અકસ્માત, બોલેરો પલટી જતાં 2 બાળકો સહિત 7નાં મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/e9138e85019c1a09266a7d46d0f61894168621634763681_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sidhi Road Accident:મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક ભંયકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. રફતારથી આવતા ટેન્કરે બોલેરોને અડફેટે લેતા બોલેરો પલટી ગયુ હતું
મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં ગુરૂવારે એક ભંયકર રોડ અકસ્માત સર્જાયો હતો. ટિકરી માર્ગની પાસે એક બોલેરો ગાડી પલટી જતાં ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા થઇ હતી. જો કે ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન 2 ઇજાગ્રસસ્ત પણ મોતને ભેટ્યાં હતા. તમામ મૃતદેહને પીએમ માટે રવાના કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ટિકરી માર્ગ પાસે એક અનિયંત્રિત ટેન્કરે પહેલા સ્કૂટી સવારને ટક્કર મારી હતી. જે બાદ સામેથી આવતી એક બોલેરો પલટી મારી ગઈ હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો. મૃતકોમાં બે બાળકો સહિત સાત લોકોનો સમાવેશ થાય છે.
દુર્ઘટનાની માહિતા આપતા પોલીસે જણાવ્યું કે, બેકાબૂ ટેન્કર અચાનક ખાડામાં ફસાઈ ગઈ. જેના કારણે તે બોલેરો વાહન પર નમી પડતા તે પલટી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્રની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જામોદી પોલીસ સ્ટેશનના પ્રભારી શેષમણિ મિશ્રાએ જણાવ્યું કે, અકસ્માત સિધી-ટિકરી રોડ પર ડોલ ગામ પાસે થયો હતો. તેણે કહ્યું કે ટેન્કરેપહેલા વાહનને ટક્કર મારી અને બાદમાં તેના પર પલટી ગઈ. જેના કારણે 7 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
Odisha : 'ભૂતિયા ટ્રેન'!!! એન્જિન વગર જ દોડવા લાગી માલગાડી, 6નાં મોત
Train Accident in Odisha : ઓડિશાના બાલાસોર જીલ્લામાં એક માલગાડી અને બે પેસેન્જર એક્સપ્રેસ ટ્રેનો એમ ત્રણ ટ્રેનો વચ્ચેના ગમખ્વાર અકસ્માતે દેશ આખાને હચમચાવી નાખ્યો હતો. આ અકસ્માતમાં 275થી પણ વધુ લોકોના મોત નિપજ્યા હતાં. આ કાળમુકી ઘટનાના પડઘા હજી શાંત પણ નથી પડ્યા ત્યાં ઓડિશામાં જ વધુ એક ટ્રેન દુર્ઘટના સામે આવી છે.
ઓડિશામાં એક માલગાડીએ 6 મજુરેને અડફેટે લીધા હતાં. જેમાં તમામના મોત નિપજતા ફરી એકવાર બાલાસોર રેલ દુર્ઘટ્નાની યાદો તાજી થઈ ગઈ હતી. જોકે આ ઘટના જ આખી વિચિત્ર હોવાનું સામે આવ્યું છે.
બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાથી વધુ એક ભયાનક ટ્રેન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલગાડીની ટક્કરથી 6 મજૂરોના મોત થયા છે. રેલવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ દર્દનાક ઘટના બુધવારે બપોરે બની હતી. જાજપુર રોડ રેલ્વે સ્ટેશન પાસે ઉભેલી માલગાડીના કેટલાક વેગન અચાનક પલટી મારીને છ મજૂરો પર ચડી ગયા હતા, જેમાં તેઓના મોત થયા હતા.
ભૂત થયું કે શું?
પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, આ માલગાડી ટ્રેનમાં એન્જિન ન હતું અને તે સેફ્ટી ટ્રેક પર પાર્ક કરવામાં આવી હતી. રેલવે સૂત્રોએ જણાવ્યું કે,વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. આ દરમિયાન પીડિત મજૂરો ટ્રેનના સ્ટેશનરી રેક નીચે આશરો લઈ રહ્યા હતા. મૃતક કોન્ટ્રાક્ટર દ્વારા રોકાયેલા કોન્ટ્રાક્ટ મજૂરો તરીકે જાજપુર કેઓંજર રોડ નજીક રેલ્વે કામ માટે આવ્યા હોવાના અહેવાલ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી બચવા માટે મજૂરોએ ઊભેલી માલગાડીની નીચે આશરો લીધો હતો પરંતુ અચાનક માલગાડી ટ્રેન એન્જિન વિના ચાલવા લાગી અને મજૂરોને તેની નીચેથી બહાર નીકળવાનો મોકો જ નહોતો મળ્યો.
ઘાયલ મૃત્યુ પામ્યા
રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અચાનક તોફાન આવ્યું. મજૂરો બાજુની રેલવે લાઇન પર કામ કરી રહ્યા હતા જ્યાં એક માલગાડી ઉભી હતી. મજૂરો તેની નીચે છુપાઈ ગયા, પરંતુ કમનસીબે જે માલગાડીમાં એન્જિન ન હતું તેમ છતાંયે વધારે પવનના કારણે તે ચાલવા લાગી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. તેમણે કહ્યું હતું કે, આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતાં અને અન્ય ત્રણ ઘાયલ થયા હતાં. જાજપુરના સ્થાનિકોએ જોકે દાવો કર્યો હતો કે, વધુ બે ઘાયલોએ પણ તેમની ઈજાઓથી દમ તોડ્યો હતો. આ સાથે જ મૃતાંક વધીને 6 થયો હતો. આ ઘટના ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટનાના પાંચ દિવસ પછી બની હતી જેમાં 288 લોકોના મોત થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)