શોધખોળ કરો
રાકેશ ટિકૈતને બાપુ ગણાવીને હરિયાણાની આ ગાયિકા સ્ટેજ પર જ રડવા માંડી, વીડિયો થયો જોરદાર વાયરલ
હરિયાણાની પ્લેબેક સ્ટાર સિંગર રુપિન્દર હાંડા પણ ખેડૂતોના સમર્થનમાં ખુલીને સામે આવી છે. સિંગર રૂપિન્દર હાંડાના એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પ્રદર્શન સ્થળ પર રડતી દેખાઇ રહી છે, વીડિયોમાં તે ખેડૂત નેતા રાકેશ ટિકૈતને બાપુ ગણાવી રહી છે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ખેડૂત કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર સામે ચાલી રહેલુ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનતુ જઇ રહ્યું. કેટલીક મોટી હસ્તીઓ આંદોલનને સપોર્ટ કરી રહી છે. હવે હરિયાણાની પ્લેબેક સ્ટાર સિંગર રુપિન્દર હાંડા પણ ખેડૂતોના સમર્થનમાં ખુલીને સામે આવી છે. સિંગર રૂપિન્દર હાંડાના એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પ્રદર્શન સ્થળ પર રડતી દેખાઇ રહી છે, વીડિયોમાં તે ખેડૂત નેતા રાકેશ ટિકૈતને બાપુ ગણાવી રહી છે. સિંગર રૂપિન્દર હાંડાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ખેડૂત આંદોલનના પ્રદર્શન સ્થળનો છે. વીડિયોમાં રૂપિન્દર હાંડા રાકેશ ટિકૈતની બાજુમાં ઉભેલી દેખાઇ રહી છે. તે કહી રહી છે કે આ મારા બાપુ છે, આપણા બધાના બાપુ છે, અને આખા દેશના બાપુ છે, આખા ભારતના ખેડૂત પરિવારો આમની તેમની સાથે છે. પોતાના 15 વર્ષ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે, અને એક ઘર બનાવ્યુ છે. ખેડૂત આંદોલન માટે જો મારુ ઘર પણ વેચવુ પડશે તો વેચી દઇશ. આટલુ કહીને સિંગર રૂપિન્દર હાંડા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. રૂપિન્દર હાંડાએ કહ્યું ખેડૂત નેતા રાકેશ ટિકૈત ભાઇચારની મિશાલ છે. આંદોલનને કમજોર કરવા માટે જાતિ ધર્મને સહારો લેવામાં આવી રહ્યો છે, પરંતુ ટિકૈતે આપસી સદભાવનાને ખતમ નથી થવા દીધી. તેમને કહેવુ છે કે અમારી સાથે દગાખોરી થઇ છે. તમે લોકો આને સહન ના કરતા. ભાઇચારો આપણી તાકાત છે અને આપણે તેને ટકાવીને રાખીશુ. સિંગરે કહ્યું લાલ કિલ્લા પર જે ઝંડો ફરકાવવામાં આવ્યો હતો, તે ભાઇચારો ન હતો. અમારા માટે બધા ઝંડા એક છે. આપણે ખેડૂતોના હક માટ અહીં બેસ્યા છીએ, અને ખેડૂતો આગળ આવીને પહેલા દિવસથી આંદોલનમાં જોડાયા છે. આટલુ કહીને રૂપિન્દર હાંડા રાકેશ ટિકૈતને પગે લાગી અને કહ્યું હુ આ આંદોલનને તમામ યોગદાન આપીશ.
વધુ વાંચો





















