શોધખોળ કરો
Advertisement
સોહરાબુદ્દીન કેસ: સ્મૃતિ ઇરાનીનો કૉંગ્રેસ પર પ્રહાર, કહ્યું- સોનિયા ગાંધીએ અમિત શાહને ફસાવવા ષડયંત્ર રચ્યું હતું
નવી દિલ્હી: સોહરાબુદ્દીન કેસને લઇને ભાજપે આજે કૉંગ્રેસ પર મોટો પ્રહાર કર્યો છે. કેંન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને કૉંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે સોહરાબુદ્દીન કેસમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ફસાવવા માટે સોનિયા ગાંધીએ રાજકીય ષડયંત્ર રચ્યું હતું. જ્યારે સીબીઆઈએ અમિત શાહની ધરપકડ કરી હતી ત્યારે તેની જામીન પણ નથી થવા દીધી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ કેસમાં નિર્ણય બાદ અમે ન્યાયપાલિકાના આભારી છે કે તેઓએ ન્યાય કર્યો છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘અમિત શાહ વિરુદ્ધ કૉગ્રેસે ષડયંત્ર રચ્યું હતું. જ્યારે સીબીઆઈએ અમિત શાહની ધરપકડ કરી હતી ત્યારે તેની જામીન પણ થવા દીધી નથી. કૉંગ્રેસે અમિત શાહને જેલમાં નાખ્યાં હતા.’ તેઓએ કહ્યું, "કૉંગ્રેસ સત્તામાં રહીને પ્રશાસના માળખાનો દુરુપયોગ કરીને પોતાના હરીફને ખતમ કરવા અને પગ નીચે ન્યાય અને સંવિધાનને પણ કચડવા માટે તત્પર રહે છે. "
તેઓએ કહ્યું કે, સત્તાધારી કૉંગ્રેસે સીબીઆઈનો દુરુપયોગ કરીને અમતિ શાહને સોહરાબુદ્દીન કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજે સચ્ચાઇ દેશની સામે છે. કોર્ટે સ્વીકાર્યું છે કે અમિત શાહ પર રાજકીય કારણોના કારણે આ કેસ થોપવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion