શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સોનિયા ગાંધીએ પ્રણબ મુખર્જીના નિધન પર દુખ વ્યક્ત કર્યું, તેમના યોગદાનને કર્યું યાદ
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના નિધન પર સોમવારે દુખ વ્યક્ત કર્યું અને સાર્વજનિક જીવનમાં રહેતા યોગદાનને યાદ કર્યું છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના નિધન પર સોમવારે દુખ વ્યક્ત કર્યું અને સાર્વજનિક જીવનમાં રહેતા યોગદાનને યાદ કર્યું છે. મુખર્જીની દિકરી શર્મિષ્ઠાને મોકલેલા શોક સંદેશમાં સોનિયા ગાંધીએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું, પ્રણબ દા પાંચ દશકથી વધુ સમય સુધી સાર્વજનિક જીવન, કૉંગ્રેસ પાર્ટી અને કેંદ્ર સરકારનો અભિન્ન હિસ્સો રહ્યા છે. તેમણે દરેક પદ પરથી હોવાની સાથે તેને સુશોભિત કરવાનું કામ કર્યું છે અને તેમના સાથિઓ સાથે તેમની વાસ્તવમાં ઘનિષ્ટતા હતી. તેમનું છેલ્લા 50 વર્ષથી વધુનું જીવન ભારતના 50 વર્ષોના ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે.
સોનિયા ગાંધીએ કહ્યું મુખર્જીએ કેબિનેટ મંત્રી, સંસદ અને રાષ્ટ્રપતિ તરીકે દેશમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે કહ્યું, તેમની સાથે કામ કરવાને લઈને મારી અંગત રીતે ખૂબ જ સારી સુખદ યાદો છે. કૉંગ્રેસ પાર્ટી તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું સોમવારે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં નિધન થયું છે. પ્રણબ મુખર્જી 84 વર્ષના હતા. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ તેમના નિધનની જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion