નેશનલ હેરાલ્ડ કેસઃ ED આજે સોનિયા ગાંધીની કરશે પૂછપરછ, દેશભરમાં કોગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન
કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસ જશે
નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસ જશે. દરમિયાન કોંગ્રેસ પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ આ અંગે તૈયારીઓમાં વ્યસ્ત છે. આ અંગે પોલીસ પણ સતર્ક બની ગઇ છે. કોગ્રેસ દ્ધારા દિલ્હીની સાથે અન્ય રાજ્યોમાં પણ પ્રદર્શન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં મોટું પ્રદર્શન થઈ શકે છે. બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે.
Sonia Gandhi to appear before ED in National Herald case, party leaders to protest nationwide, Akbar Road sealed
— ANI Digital (@ani_digital) July 20, 2022
Read @ANI Story | https://t.co/iFw9l5J1qa#SonaiGandhi #Congress #EnforcementDirectorate pic.twitter.com/P57gDD0yKS
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે એકતા દર્શાવવા માટે AICC કાર્યાલયમાં એકઠા થશે. પાર્ટીના સાંસદો પણ ED ઓફિસ જઇ વિરોધ પ્રદર્શન કરશે.આ પહેલીવાર હશે જ્યારે ED સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. અગાઉ, EDએ આ જ કેસમાં રાહુલ ગાંધીની લગભગ 50 કલાક (અલગ-અલગ દિવસોમાં) પૂછપરછ કરી હતી. કોંગ્રેસે રાહુલના સવાલનો વિરોધ કર્યો હતો અને તે દરમિયાન કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત પણ કરી હતી.કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળો પણ આ મુદ્દે અવાજ ઉઠાવી શકે છે. આ પછી કોંગ્રેસના સાંસદો સ્પેશિયલ બસમાં અથવા કોંગ્રેસ હેડક્વાર્ટર 10 જનપથથી પગપાળા ED ઓફિસ સુધી કૂચ કરી શકે છે. સોનિયા સવારે 11 વાગ્યે અહીંથી ED ઓફિસ પણ જશે.
સીએમ ગેહલોત અને ભૂપેશ બઘેલ અહીં કોંગ્રેસના મુખ્યાલયમાં આ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. પાર્ટીના પદાધિકારીઓ, પ્રભારી, મહાસચિવ પણ હાજર રહેશે. કોંગ્રેસે તેના તમામ રાજ્ય એકમોને વિરોધ કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ આ અંગે ટ્વીટ કર્યું છે.નેશનલ હેરાલ્ડ કેસમાં એવો આરોપ છે કે નેશનલ હેરાલ્ડ, એજેએલ (એસોસિએટેડ જર્નલ લિ.) અને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે નાણાકીય અનિયમિતતાઓ થઈ હતી. નેશનલ હેરાલ્ડ એક અખબાર હતું, જેની શરૂઆત જવાહરલાલ નેહરુએ 500 સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે કરી હતી. તેમાં અંગ્રેજોના અત્યાચાર વિશે લખવામાં આવતું હતું.
જ્યારે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પ્રકાશક હતી. તે 20 નવેમ્બર 1937 ના રોજ અસ્તિત્વમાં આવ્યું. તે સમયે તે ત્રણ અખબારો પ્રકાશિત કરે છે. તેમાં નેશનલ હેરાલ્ડ (અંગ્રેજી), નવજીવન (હિન્દી) અને કૌમી આવાઝ (ઉર્દૂ)નો સમાવેશ થતો હતો.ત્યારબાદ 1960 પછી એજેએલને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આના પર કોંગ્રેસ પાર્ટી મદદ માટે આગળ આવી અને AJLને વગર વ્યાજે લોન આપી. ત્યારબાદ એપ્રિલ 2008માં AJLએ અખબારો પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું. ત્યારબાદ 2010માં ખબર પડી કે AJLએ કોંગ્રેસ પાર્ટીની 90.21 કરોડ રૂપિયાની લોન ચૂકવવાની છે.
આવકવેરા વિભાગનો આરોપ છે કે ગાંધી પરિવારની માલિકીની યંગ ઈન્ડિયને AJLની મિલકતનો કબજો લીધો હતો, જેની કિંમત રૂ. 800 થી રૂ. 2,000 કરોડની વચ્ચે છે. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ કંપની એક્ટની કલમ 25 હેઠળ નોંધાયેલ છે.