શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં મોટાં માથાંને મોડલો અને સગીર છોકરીઓ પૂરી પાડતી સોનુ પંજાબનને 24 વર્ષની કેદ, જાણો કઈ રીતે કરતી કામ ?
સોનૂ પંજાબનની સાથે જ તેના સાથી સંદીબ બેદવાલને 20 વર્ષની જેલની સજા સંભળાવી છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં દેહવ્યાપારનું સૌથી મોટું રેકેટ ચલાવનારી કુખ્યાત લેડી ડોન સોનૂ પંજાબન ઉર્ફ ગીતા અરોરાને કોર્ટે 24 વર્ષની સજા સંભળાવી હતી. સોનૂ પંજાબને 12 વર્ષની બાળકીનું અપહરણ કરી તેને દેહ વ્યાવહાર કરાવવાના આરોપામાં દિલ્હીની કોર્ટે આ સજા સંભલાવી છે. જે અંતર્ગત તેને 24 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.
સોનૂ પંજાબનની સાથે જ તેના સાથી સંદીબ બેદવાલને 20 વર્ષની જેલની સજા સંભળાવી છે. ગીતા અરોરા અને તેના સાથી સંદીપ બેદવાલ પર 12 વર્ષની બાળકીનું અપહરણ કરી તેને દેવ વ્યાપાહરના ધંધામાં ધકેલવાનો અને માનવ તસ્કરીના દોષી ગણવામાં આવ્યા હતા. ત્યાર બાદ બન્ને આરોપીઓને કોર્ટે આ સજા સંભળાવી છે. વર્ષ 2009માં દિલ્હીના હર્ષ વિહાર વિસ્તારમાં ત્યારે ઉહાપોહ થઈ ગયો જ્યારે એક 12 વર્ષની બાળકી અચાનક ગાયબ થઈ ગઈ. ત્યાર બાદ બાળકીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, પરંતુ બાળકીની કોઈ ભાળ ન મળી.
5 વર્ષ બાદ 2014માં બાળકી દિલ્હીના નજફગઢ પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને પોતાની પૂરી આપવીતી સંભળાવી. બાળકી અનુસાર, જ્યારે તે 2006માં ધોરણ 6માં હતી ત્યારે તેની ઓળખ સંદીપ બેદવાલ સાથે થઈ હતી. સંદીપ લગ્નની લાલચ આપીને યુવતીને 2009માં લક્ષ્મી નગર લઈ ગયો, જ્યાં તેની સાથે તેણે રેપ કર્યો. ત્યાર બાદ તેને 10 અવગ અલગ અલગ લોકોને વેચવામાં આવી. આ વચ્ચે બાળકી સાથે અનેક વખત દુષ્કર્મ થયું અને તેની સાથે મારપીટ થઈ. ત્યારે લાંબા સમય સુધી બાળકી સોનૂ પંજાબન સાથે પણ રહી.
ત્યારે બાળકીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાની સાથે તેને નશાના ઇંજેક્શન પણ આપવામાં આવ્યા અને અનેક લોકોએ તેના પર બળાત્કાર કર્યો. ત્યારે બાળકીને દિલ્હી ઉપરાંત હરિયાણા અને પંજાબમાં પણ મોકલવામાં આવી. ત્યાર બાદ અંતિ સતપાલ નામના યુવકે બાળકી સાથે લગ્ન કર્યા. જ્યાંથી તે કોઈ રીતે બાળકી બહાર નીકળી અને નજફગઢ સ્ટેશન પહોંચી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement