શોધખોળ કરો
Advertisement
ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવતા પ્રિયંકા ગાંધીએ પ્રથમવાર શું આપ્યું નિવેદન, જાણો
ઉત્તરપ્રદેશ કૉંગ્રેસના પ્રભારી અને નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગાંધી પરિવારને મળેલી SPG સુરક્ષાને હટાવવાના સરકારના નિર્ણયને રાજકારણ ગણાવ્યું છે.
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ કૉંગ્રેસના પ્રભારી અને નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગાંધી પરિવારને મળેલી SPG સુરક્ષાને હટાવવાના સરકારના નિર્ણયને રાજકારણ ગણાવ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ નિર્ણય રાજનીતિનો ભાગ છે આવું તો થતું રહે છે.
ગૃહમંત્રાલયે સુરક્ષાની સમીક્ષા કર્યાં બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીને SPG સુરક્ષા હટાવી તેમને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. જે હેઠળ CRPF પર ગાંધી પરીવારની સુરક્ષની જવાબદારી છે. ગાંધી પરીવારને 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ લગભગ 28 વર્ષથી SPG સુરક્ષા મળેલી હતી. તેમને 1991માં SPG અધિનિયમ 1988માં સંશોધન કરી વીવીઆઈપી સુરક્ષા યાદીમાં સામેલ કર્યાં હતા. હાલ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને SPGનું સુરક્ષા કવચ મળેલુ છે.Congress leader Priyanka Gandhi Vadra on 'removal of SPG cover from her, Sonia Gandhi & Rahul Gandhi': That's a part of politics. It keeps happening. pic.twitter.com/8HlR2tVlws
— ANI (@ANI) November 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement