શોધખોળ કરો
‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને લઈને આવ્યા ખુશ ખબર, ખુદ PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરદાર સરોવર ડેમની તસવીરો પણ પોસ્ટ કરી છે.
![‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને લઈને આવ્યા ખુશ ખબર, ખુદ PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી statue of unity makes it to the list of time worlds greatest places 2019 pm narendra modi express happiness ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને લઈને આવ્યા ખુશ ખબર, ખુદ PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/28103038/statue-of-unity.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ જાણીતી અમેરિકન મેગેઝિટ ‘ટાઈમ’એ વિશ્વના 100 મહાનતમ સ્થળની લેટેસ્ટ યાદી જારી કરી છે. જેમાં ગુજરાતની 597 ફુટ ઉંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પણ સામેલ કરવામાં આવી છે. આ વાતને લઈને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ બુધવારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની એક સ્ટોરી લિંક પણ શેર કરી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરદાર સરોવર ડેમની તસવીરો પણ પોસ્ટ કરી છે. તો સાથે જ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી વર્ષ 2019ની ટાઈમ્સની યાદીમાં 100 મહાનતમ સ્થાનમાં સામેલ થવાને લઈને પણ ટ્વિટ કર્યુ છે. એક જ દિવસમાં 34 હજાર મુલાકાતીઓ અંગે મોદીએ ટ્વીટ કર્યુ છે. સાથે જ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જાણીતા પર્યટક સ્થળ બની રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
જણાવી દઈએ કે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. જે આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભ ભાઈ પટેલને આપવામાં આવેલી શ્રદ્ધાંજલી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સિવાય મુંબઈની ફેશનેબલ સોહો હાઉસને પણ યાદીમાં સ્થાન મળ્યું છે.
આ યાદીમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, મિસ્ત્રની લાલ સાગર પર્વત શ્રુંખલા, વોશિગ્ટનનું મ્યુઝિયમ, ન્યૂયોર્ક સિટીનું ધ શેડ. આઈસલેન્ડના જીયોસી જિયોથર્મલ સી બાથ, ભૂટાનની સિક્સ સેન્સેઝ હોટલ, મારા નોબોઈશો કંઝર્વેસીની લેપર્ડ હિલ અને હવાઈના પોહોઈકી પણ સામેલ છે.
![‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને લઈને આવ્યા ખુશ ખબર, ખુદ PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/28050210/pm-modi.jpg)
![‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને લઈને આવ્યા ખુશ ખબર, ખુદ PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/28050210/2-pm-modi.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)