Pandharpur Temple Act: 'હિંદુ ધર્મને મહારાષ્ટ્ર સરકારથી બચાવવાની જરૂર ', કેમ આવું બોલ્યા સુબ્રમણ્યમ સ્વામી?
Pandharpur Temple Act: સુબ્રમણ્યમ સ્વામીએ વિઠ્ઠલ અને રુક્મિણી મંદિરોના વહીવટને લઈ મહારાષ્ટ્ર સરકાર સામે બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી.
Bombay High Court: રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે (17 જૂન) મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું. સુબ્રમણ્યમ સ્વામીએ પંઢરપુર ટેમ્પલ એક્ટને લઈને ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધન મહારાષ્ટ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમણે કહ્યું કે આપણે મહારાષ્ટ્ર સરકારથી હિન્દુ ધર્મને બચાવવાની જરૂર છે.
ભાજપના નેતાએ પંઢરપુર ટેમ્પલ એક્ટને લઈને બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા એફિડેવિટનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને કહ્યું કે પંઢરપુર ટેમ્પલ એક્ટ ભક્તોના અધિકારોને નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તેમને 'પૂજારી વર્ગની ક્રૂરતા'થી બચાવવા માટે છે.
સ્વામીએ પોતે પીઆઈએલ દાખલ કરી છે
સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના નિવેદનની સાથે લાઈવ લોનો એક લેખ પણ શેર કર્યો છે. આ લેખમાં બોમ્બે હાઈકોર્ટમાં પંઢરપુર ટેમ્પલ એક્ટની તાજેતરની સુનાવણીનો ઉલ્લેખ છે. એક્સ પર ટ્વીટ કરતાં તેણે લખ્યું કે આપણે હિંદુ ધર્મને મહારાષ્ટ્ર સરકારના અસંસ્કારી લોભથી બચાવવાનો છે.
We have to save Hindu religion from the crude rapacity of the Maharashtra government. https://t.co/OLKFIaeDIR
— Subramanian Swamy (@Swamy39) June 17, 2024
બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, પંઢરપુરમાં વિઠ્ઠલ અને રુક્મિણી મંદિરો પર મહારાષ્ટ્ર સરકારને નિયંત્રણ આપનાર પંઢરપુર મંદિર અધિનિયમ 1973 તેમના બિનસાંપ્રદાયિક ભક્તો અને શ્રદ્ધાળુઓને 'પૂજારી વર્ગની ક્રૂરતા'માંથી રાહત આપવા માટે ઘડવામાં આવ્યો હતો. જેને લઈને જ હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે સુબ્રમણ્યમ સ્વામીએ વિઠ્ઠલ અને રુક્મિણી મંદિરોના વહીવટને લઈને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટમાં આ વાત કહી.
શું છે પંઢરપુર ટેમ્પલ એક્ટ?
પંઢરપુર મંદિર અધિનિયમ 1973 હેઠળ, મહારાષ્ટ્ર સરકારે પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલ અને રુક્મિણીના મંદિરોના સંચાલન માટે પૂજારીઓના વારસાગત અધિકારો અને વિશેષાધિકારોને નાબૂદ કર્યા હતા. આ કાયદાથી હવે મંદિરોના વહીવટ અને નાણાં વ્યવસ્થાપન પર સરકારનું નિયંત્રણ છે. તમને જણાવી દઈએ કે, ડો. સુબ્રમણ્યમ સ્વામી પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે. આ પહેલા પણ તેમણે પોતાની જ સરકાર પર સવાલો ઉઠાવી ચૂક્યા છે. સુબ્રમણ્યમ સ્વામી ઘણીવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.