શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હવે કોઈપણ ઋતુમાં કરી શકાશે ચારધામની યાત્રા, સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી
આ પહેલા સીટિઝન ફોર ગ્રીન દૂન નામની NGOએ પાછલા વર્ષે 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલને એક આદેશમાં સુધારા સાથે ઉત્તરાખંડના ચાર પવિત્ર ધામોની તમામ વાતાવરણમાં જોડનારો 900 કિલોમીટર લાંબો મહત્ત્વકાંક્ષી ચારધામ નેશનલ હાઈવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે NGTને આદેશમાં ફેરફાર કરતા પર્યવારણની બાબતો પર વિચાર કરવા એક સમિતિની રચના કરવા માટે કહ્યું છે. 900કિમીના આ હાઈવેથી કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી યાત્રાધામોને જોડવામાં આવશે.
જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી બેંચે પર્યાવરણ તથા વન મંત્રાલયને 22 ઓગસ્ટે આ સમિતિની રચનાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલા એનજીટીએ આ પરિયોજના પર નજર રાખવા માટે ઉત્તરાખંડ હાઈકોર્ટના એક પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
આ પહેલા સીટિઝન ફોર ગ્રીન દૂન નામની NGOએ પાછલા વર્ષે 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મુજબ આ યોજનાથી વિસ્તારની પરિસ્થિતિને થનારા નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે. જોકે કોર્ટે હવે સમિતિની દેખરેખ હેઠળ બધુ કામ કરવા અને દ્રણ ત્રણ મહિને પર્યાવરણના માપદંડોનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા કહ્યું છે. સમિતિ રસ્તા બનાવવા માટે વૃક્ષ, વન વિસ્તાર અને અન્ય કુદરતી સ્ત્રોતોને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
ક્રિકેટ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion