શોધખોળ કરો
Advertisement
સુપ્રીમ કોર્ટે UPSC પ્રિલિમ્સ પરીક્ષા ટાળવાનો કર્યો ઈનકાર, નક્કી કરેલા સમયે જ લેવાશે પરીક્ષા
સુપ્રીમ કોર્ટે UPSC પ્રિલિમ્સ પરીક્ષા ટાળવાનો ઈનકાર કરી દીધો છે. જો કે, સુપ્રીમ કોર્ટે UPSCમાં અંતિમ પ્રયાસવાળા પરીક્ષાર્થીઓને વધારાની તક આપવા પર વિચાર કરવા કહ્યું છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે UPSC પ્રિલિમ્સ પરીક્ષા ટાળવાનો ઈનકાર કરી દીધો છે. પરીક્ષા હવે નક્કી કરેલા સમય પર થશે. જો કે, સુપ્રીમ કોર્ટે UPSCમાં અંતિમ પ્રયાસવાળા પરીક્ષાર્થીઓને વધારાની તક આપવા પર વિચાર કરવા કહ્યું છે.
સોમવારે થયેલી સુનાવણી દરમિયાન UPSC એ 4 ઓક્ટોબર યોજાનારી પ્રિલિમ્સ પરીક્ષા નહી ટાળવાની અપીલ કરી હતી. UPSC પરીક્ષાનું ભરી ચૂકેલા 20 ઉમેદવારોએ વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબજ ગંભીર છે, કેટલાક વિસ્તારોમાં વરસાદ અને પૂરના કારણે મુશ્કેલી સર્જાઈ છે. એવામાં પરીક્ષા કેટલાક મહિના માટે ટાળવી જોઈએ.
અરજીકર્તાઓનું કહેવું હતું કે, દેશભરમાં 72 પરીક્ષા કેન્દ્રોમાં લગભગ 6 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. એવામાં તેમના સ્વાસ્થ્ય પર કોરોનાનો ગંભીર ખતરો થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion