શોધખોળ કરો
Advertisement
કાશ્મીરમાં ઇન્ટરનેટને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- બિન જરૂરી આદેશ પરત લો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં હિંસાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આપણે સ્વતંત્રતા અને સુરક્ષામાં સંતુલન બનાવી રાખવું પડશે.
નવી દિલ્હીઃ જમ્મુક કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં ઇન્ટરનેટ અને લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો એ ખૂબ જ કડક પગલું છે. લોકોને પોતાની અસમહતિ જતાવવાનો હક છે. સુપ્રીમ કોર્ટે સરકારને બિનજરૂરી આદેશ પરત લેવા માટે કહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં એસએમએસ સેવા ચાલી રહી છે. પરંતુ મોબાઈલ ઇન્ટરનેટ અને ઘરમાં લાગેલ બ્રોડબેન્ડ સેવા બંધ છે.
સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ એનવી રમણની અધ્યક્ષતાવાળી બેન્ચમાં જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બીઆર ગવઇએ આ મહત્વપૂર્ણ ચકાદો સંભળાવ્યો છે. કાશ્મીરમાં ચાલી રહેલા પ્રતિબંધોની વિરૂદ્ધ જનહિત અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં હિંસાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આપણે સ્વતંત્રતા અને સુરક્ષામાં સંતુલન બનાવી રાખવું પડશે. નાગરિકોના અધિકારોની રક્ષા પણ જરૂરી છે. ઇન્ટરનેટને જરૂર પડવા પર જ બંધ કરવું જોઇએ. કોર્ટે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકતંત્રનું અંગ છે. ઇન્ટરનેટના ઉપયોગની સ્વતંત્રતા પણ કલમ 19 (1)નો હિસ્સો છે. કોર્ટે એમ પણ કહ્યું કે કલમ 144નો ઉપયોગ કોઇના વિચારોને દબાવા માટે કરી શકાય નહીં.Supreme Court while delivering verdict on petitions on situation in J&K after abrogation of Article 370: It is no doubt that freedom of speech is an essential tool in a democratic set up.Freedom of Internet access is a fundamental right under Article 19(1)(a) of free speech https://t.co/NcuCbeMxih
— ANI (@ANI) January 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion