શોધખોળ કરો
કલમ 370 પર સુપ્રીમની કેન્દ્રને નૉટિસ, મામલો પાંચ સભ્યોની બંધારણીય બેન્ચને સોંપ્યો, ઓક્ટોબરમાં સુનાવણી
જમ્મુ-કાશ્મીરમાંથી હટાવાયેલી કલમ 370 અને તેને લઇને લગાવવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નૉટિસ મોકલી છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા વાળી બંધારણીય સંશોધન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ, સુપ્રીમ કોર્ટે બધા અરજીઓ પર નૉટિસ આપતા આર્ટિકલ 370નો મામલો પાંચ જજોની બંધારણીય બેન્ચને સોંપી દીધો છે.
આ બંધારણીય બેન્ચ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આર્ટિકલ 370 પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલા સાથે જોડાયેલી 10થી વધુ અરજીઓ પર એકસાથે સુનાવણી કરી હતી. આમાં કલમ 370ને બેઅસર કરવા વાળા બંધારણના સંશોધનનો ખોટુ ગણાવવામાં આવ્યુ છે.
જમ્મુ-કાશ્મીરમાંથી હટાવાયેલી કલમ 370 અને તેને લઇને લગાવવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નૉટિસ મોકલી છે.
ખાસ વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર કોઇ ફરક નહીં પડે, પાંચ જજોની બંધારણીય બેન્ચ બધી અરજીઓ પર ઓક્ટોબરના પહેલા અઠવાડિયે સુનાવણી શરૂ કરશે. આ સુનાવણી ક્યાં સુધી ચાલશે, તેના પર પાંચ જજોની બંધારણીય બેન્ચ જ નિર્ણય લેશે. એટલે એ કહેવાય કે કલમ 370 પર સુપ્રીમ કોર્ટમાંથી કોઇ મોટો નિર્ણય આવવાનો છે.
નોંધનીય છે કે, 5મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરવા માટે સંશોધન સંકલ્પ બીલ રજૂ કર્યુ હતુ. બાદમાં સંસદના બન્ને ગૃહોમાં તેને બહુમતી પાસ પણ કરાવી દેવામાં આવ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement