શોધખોળ કરો

માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

Supreme Court judgment: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે IPC ની કલમ 294 લાગુ કરવા માટે શબ્દો જાતીય રીતે ઉત્તેજક હોવા જરૂરી છે; જાણો શું હતો આખો મામલો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુપ્રીમ કોર્ટે ગાળો બોલવાને 'અશ્લીલતા' ગણવાનો ઇનકાર કર્યો.
  • તમિલનાડુના જમીન વિવાદમાં વૃદ્ધ પર ગાળો અને ધમકીના આરોપ હતા.
  • કોર્ટે ધમકીને ગુનો ન માન્યો, પણ ઈજા માટે દોષિત ઠેરવ્યા.
  • 70 વર્ષીય વૃદ્ધની જેલ સજા ઘટાડીને ફક્ત દંડ કરાયો.

Supreme Court judgment: કોઈની સાથેના સામાન્ય ઝઘડામાં માત્ર અપશબ્દો (ગાળો) બોલવા કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ કાયદાની નજરમાં 'અશ્લીલતા' (Obscenity) ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે અશ્લીલતા અને અભદ્રતા બંને કાયદાકીય રીતે સાવ અલગ બાબતો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 294 હેઠળ કોઈ વ્યક્તિ પર કાર્યવાહી કરવા માટે એ સાબિત થવું જરૂરી છે કે બોલાયેલા શબ્દો જાતીય કામુકતાથી ભરેલા છે અથવા સાંભળનારના મનમાં જાતીય ઉત્તેજના જગાડે છે.

શું હતો આખો મામલો?

આ મામલો વર્ષ 2017 માં તમિલનાડુમાં થયેલા એક જમીન વિવાદ સાથે જોડાયેલો છે. એક 70 વર્ષીય વૃદ્ધ પર આરોપ હતો કે તેમણે વિવાદ દરમિયાન ફરિયાદીને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ધારદાર હથિયાર (બિલહૂક) થી હુમલો કરી તેનું નાકનું હાડકું તોડી નાખ્યું. નીચલી કોર્ટે આરોપીને એસસી/એસટી (SC/ST) એક્ટ અને IPC ની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ મદ્રાસ હાઈકોર્ટે તેમને SC/ST એક્ટમાંથી મુક્ત કર્યા, પરંતુ કલમ 294(b) (જાહેર સ્થળે અશ્લીલ શબ્દો બોલવા), 506(II) (ગુનાહિત ધમકી) અને 326 (ખતરનાક હથિયારથી ગંભીર ઈજા) હેઠળ સજા કાયમ રાખી હતી. આખરે અપીલ બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સમજાવી 'અશ્લીલતા' ની સાચી વ્યાખ્યા

સુપ્રીમ કોર્ટે આ કેસમાં કલમ 294(b) નો ઉલ્લેખ કરતા કહ્યું કે, માત્ર કોઈની લાગણીઓને દુભાવવી અથવા ખરાબ ભાષાનો ઉપયોગ કરવો એ કાયદા મુજબ અશ્લીલતા નથી. આ કલમ ત્યારે જ લાગુ પડે છે જ્યારે:

વપરાયેલા શબ્દો જાતીય સૂચક હોય અને લોકોના નૈતિક ચારિત્ર્યને બગાડવાની વૃત્તિ ધરાવતા હોય.

આ શબ્દો જાહેર સ્થળે બોલાયા હોય.

તેનાથી ત્યાં હાજર અન્ય લોકોને ખરેખર અગવડતા કે માનસિક ત્રાસ થયો હોય.

આ કેસમાં કોર્ટને આવા કોઈ ઠોસ પુરાવા મળ્યા ન હતા, જેથી આરોપીને કલમ 294 હેઠળ દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા.

ગુસ્સામાં આપેલી ધમકી ગુનો નથી

કોર્ટે ધમકી આપવા (કલમ 506-II) અંગે પણ મહત્વની ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે, ઝઘડા દરમિયાન માત્ર ગુસ્સામાં આવીને આપેલી ધમકી એ ગુનાહિત ધાકધમકી નથી. એ સાબિત થવું જરૂરી છે કે ધમકી આપવા પાછળનો મુખ્ય ઈરાદો સામેવાળી વ્યક્તિમાં ડર પેદા કરવાનો હતો. જોકે, કોર્ટે એ વાત સ્વીકારી કે આરોપીએ હથિયાર વડે ફરિયાદીનું નાક તોડ્યું હતું, જે મેડિકલ રિપોર્ટમાં પણ સાબિત થયું હતું. આથી કલમ 326 હેઠળ તેમને ગંભીર ઈજા પહોંચાડવા બદલ દોષિત ઠેરવવાનો નિર્ણય કોર્ટે માન્ય રાખ્યો.

સજામાં કરવામાં આવ્યો ઘટાડો

આરોપીની 70 વર્ષની ઉંમર, તેમનું નબળું સ્વાસ્થ્ય અને વિવાદની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તેમની સજામાં મોટી રાહત આપી છે. કોર્ટે તેમની જેલની સજા ઘટાડીને માત્ર "કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધીની કેદ" (imprisonment till the rising of the court) માં ફેરવી દીધી છે અને સાથે 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Frequently Asked Questions

સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સામાન્ય ઝઘડામાં ગાળો બોલવી એ અશ્લીલતા ગણાય?

ના, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય ઝઘડામાં માત્ર અપશબ્દો કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ કાયદાની નજરમાં 'અશ્લીલતા' ગણી શકાય નહીં. અશ્લીલતા અને અભદ્રતા કાયદાકીય રીતે અલગ બાબતો છે.

IPC કલમ 294 હેઠળ કોઈ વ્યક્તિ પર કાર્યવાહી કરવા માટે શું સાબિત થવું જરૂરી છે?

IPC કલમ 294 હેઠળ કાર્યવાહી માટે બોલાયેલા શબ્દો જાતીય કામુકતાથી ભરેલા કે સાંભળનારના મનમાં જાતીય ઉત્તેજના જગાડતા હોવા જોઈએ. તે જાતીય સૂચક અને જાહેર સ્થળે બોલાયા હોવા અનિવાર્ય છે.

ગુસ્સામાં આપેલી ધમકીને ગુનાહિત ધાકધમકી ગણી શકાય?

ના, કોર્ટે કહ્યું કે ઝઘડા દરમિયાન માત્ર ગુસ્સામાં આપેલી ધમકી એ ગુનાહિત ધાકધમકી નથી. એ સાબિત થવું જરૂરી છે કે ધમકી આપવા પાછળનો મુખ્ય ઈરાદો સામેવાળી વ્યક્તિમાં ડર પેદા કરવાનો હતો.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીની સજામાં શા માટે ઘટાડો કર્યો?

કોર્ટે આરોપીની 70 વર્ષની ઉંમર, તેમનું નબળું સ્વાસ્થ્ય અને વિવાદની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને સજામાં રાહત આપી. જેલની સજા ઘટાડીને

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget