શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટનો મોદી સરકારને મોટો ઝાટકો, ત્રણેય કૃષિ કાયદા પર સ્ટે લગાવ્યો, ચાર સભ્યોની કમિટી બનાવી
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે મોટો સવાલ એ છે કે શું ખેડૂત સંગઠન કેન્દ્ર સરકારની બનાવેલ આ કમિટીની સામે હાજર થશે?

ફાઇલ ફોટોઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા પર કામચલાઉટ સ્ટે લગાવી દીધો છે. તેની સાથે જ કોર્ટે એક કમિટીની રચના કરી છે. તેમાં કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, હરસિમરત માન, પ્રમોસ જોશી અને તેજિંદર સિંહ માનને સામેલ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે મોટો સવાલ એ છે કે શું ખેડૂત સંગઠન કેન્દ્ર સરકારની બનાવેલ આ કમિટીની સામે હાજર થશે? કારણ કે ખેડૂત સંગઠનો તરફથી ગઈકાલે જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેઓ કૃષિ કાયદા પર સ્ટેનું સ્વાગત કરે છે પરંતુ અમે કોઈ કમિટીની સામે હાજર નહીં થઈએ. સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી દરમિયાન ગણતંત્ર દિવસમાં અવરોધ થવાની આશંકાની અરજી પર સોમવારે સુનાવણી થશે. તેને લઈને સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ આપી છે. આંદોલનકારીઓનું સમર્થન કરી રહેલ વકીલ વિકાસ લિંહે કહ્યું કે, લોકોને રામલીલા મૈદાનમાં જગ્યા મળવી જોઈએ. એવી જગ્યા જ્યાં પ્રેસ અને મીડિયા પણ તેને જોઈ શકે. પ્રશાસન તેને દૂર જગ્યા આપવા માગે છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, રેલી માટે પ્રશાસનને અરજી કરી કરવામાં આવે છે. પોલીસ શરતો રાખે છે. પાલન ન કરવા પર મંજૂરી રદ્દ કરે છે. શું ખેડૂતોએ અરજી કરી? સિંહે કહ્યું કે, મારે જાણવું પડશે. સુનાવણી દરમિયાન હરિશ સાલ્વેએ કહ્યું કે, આંદોલનમાં વૈંકૂવરના સંગઠન સિખ ફોર જસ્ટિસના બેનર પણ જોવા મળ્યા છે. આ ભાગલાવાદી સંગઠન છે. અલગ ખાલિસ્તાન માગે છે. તેના પર સીજેઆઈએ પૂછ્યું કે શું આ વાત કોઈએ રેકોર્ડ પર રાખી છે? તો સોલિસીટર જનરલે કહ્યું કે, આ અરજીમાં કહેવામાં આવ્યું છે. કોર્ટ કાર્રવાઈથી એ સંકેત પણ ન જવો જોઈએ કે ખોટા લોકોને શરણ મળી રહી છે. સીજેઆઆઈ કહ્યું કે, અમે માત્ર સકારાત્મકતાને શરણ આપી રહ્યા છીએ. ભારતીય કિસાન યૂનિયનના વકીલે કહ્યું કે, વૃદ્ધ, બાળકો અને મહિલાઓ આંદોલનમાં ભાગ નહીં લે. તેમની આ વાત પર સીજેઆઈએ કહ્યું કે, અમે તમારું નિવેદન રેકોર્ડ પર લઈ રહ્યા છીએ. કિસાન સંગઠનોના વકીલ દુષ્યંત દવે, ભૂષણ, ગોંજાલ્વિસ સ્ક્રીન પર સ્ક્રીન પર જોવા નથી મળી રહ્યા. ગઈકાલે દવેએ કહ્યું હતું કે, સુનાવમી ટાળવામાં આવે. તેઓ ખેડૂતો સાથે વાત કરશે. આજે ક્યાં છે? તેના પર સાલ્વેએ કહ્યું કે, દુર્ભાગ્યથી તેઓ સમાધાન નથી ઈચ્છતા. તમે કમિટી બનાવી દો. જે જવા માગતા હશે તે જશે.
વધુ વાંચો





















