શોધખોળ કરો

ઘટી ગઇ મદરેસા બૉર્ડની શક્તિઓ ? ભણાવવાની પરવાનગી તો મળી પરંતુ છીનવાઇ ગયો આ મુખ્ય અધિકાર

સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારે મદરેસા બૉર્ડના ગ્રેજ્યૂએશન અને પૉસ્ટ ગ્રેજ્યૂએશન શિક્ષણ પર પણ સવાલો ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે મંગળવારે (5 નવેમ્બર, 2024) ઉત્તરપ્રદેશ મદરેસા એજ્યૂકેશન એક્ટ 2004ને માન્યતા આપી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે, મદરેસા બાળકોને ડિગ્રી આપી શકશે નહીં. એટલે કે મદરેસાઓમાં વિદ્યાર્થીઓ 12મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શકશે અને અંડર ગ્રેજ્યૂએશન અને પૉસ્ટ ગ્રેજ્યૂએશન માટે ફાઝિલ અને કામિલના નામથી આપવામાં આવેલી ડિગ્રી લઈ શકશે નહીં કારણ કે તે UGCના નિયમોની વિરુદ્ધ છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જેબી પારડીવાલાએ પોતાના નિર્ણયમાં કહ્યું કે, મદરેસા એક્ટ રાજ્ય વિધાનસભાની કાયદાકીય ક્ષમતામાં છે. જો કે, મદરેસા અધિનિયમની જોગવાઈઓ જે ફાઝિલ અને કામિલ જેવી ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓને નિયંત્રિત કરવા માંગે છે તે ગેરબંધારણીય છે કારણ કે તે UGC કાયદાનું ઉલ્લંઘન કરે છે.

મદરેસા બૉર્ડ કામિલના નામથી અંડર ગ્રેજ્યૂએશન ડિગ્રી અને ફાઝિલના નામથી પોસ્ટ ગ્રેજ્યૂએશન ડિગ્રી આપી રહ્યું છે. આ અંતર્ગત ડિપ્લોમા પણ કરવામાં આવે છે જેને કારી કહેવાય છે. આ ઉપરાંત મુનશી મૌલવી (10મા ધોરણ) અને આલીમ (12મા ધોરણ)ની પરીક્ષા પણ આપતા રહ્યા છે.

સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારે મદરેસા બૉર્ડના ગ્રેજ્યૂએશન અને પૉસ્ટ ગ્રેજ્યૂએશન શિક્ષણ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેના આધારે યુવાનો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નોકરી મેળવી શકતા નથી. મદરેસાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ફાઝીલ અને કામિલની ડિગ્રીઓ છે. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે મદરેસાઓ દ્વારા આપવામાં આવતી ફાઝિલ અને કામિલ ડિગ્રીઓ ન તો યૂનિવર્સિટીની ડિગ્રીની સમકક્ષ છે અને ન તો બોર્ડ દ્વારા શીખવવામાં આવતા અભ્યાસક્રમોની સમકક્ષ છે. આવી સ્થિતિમાં મદરેસા બોર્ડમાંથી ગ્રેજ્યૂએશન અને પૉસ્ટ ગ્રેજ્યૂએશન કરનારા વિદ્યાર્થીઓ ફક્ત તે જ નોકરીઓ માટે પાત્ર બની શકે છે જેમાં હાઇ સ્કૂલ અથવા ઇન્ટરમીડિયેટ લાયકાતની જરૂર હોય.

શું હતો અલ્હાબાદ હાઇકોર્ટનો ફેંસલો જે સુપ્રીમ કોર્ટે પલટ્યો ? 
22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચે યુપી બૉર્ડ ઓફ મદરેસા એજ્યૂકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો, અને કહ્યું હતું કે તે ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે રાજ્ય સરકારને મદરેસામાં ભણતા બાળકોને સામાન્ય શિક્ષણ પ્રણાલીમાં સામેલ કરવાનો આદેશ પણ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે સરકારને ધાર્મિક શિક્ષણ માટે બોર્ડ બનાવવાની કે કોઈ ચોક્કસ ધર્મ માટે શાળા શિક્ષણ માટે બોર્ડ બનાવવાની સત્તા નથી.

અંશુમાનસિંહ રાઠોડ નામના વ્યક્તિએ મદરેસા બૉર્ડ એક્ટ વિરુદ્ધ અરજી કરી હતી, જેના પર હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો હતો. હાઈકોર્ટના નિર્ણય સામે અંજુમન કાદરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર આજે નિર્ણય આવ્યો છે.

આ પણ વાંચો

'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget