શોધખોળ કરો
Advertisement
સસ્પેન્ડેડ ડીએસપી દેવેંદ્ર સિંહને 15 દિવસના NIA રિમાન્ડ પર મોકલાયા
કાશ્મીરમાં આતંકીઓની સાથે ઝડપાયેલા સસ્પેન્ડેડ ડીએસપી દેવેંદ્ર સિંહને 15 દિવસ માટે NIAની રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કાશ્મીરમાં આતંકીઓની સાથે ઝડપાયેલા સસ્પેન્ડેડ ડીએસપી દેવેંદ્ર સિંહને 15 દિવસ માટે NIAની રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યો છે. દેવેન્દ્ર સિંહ સિવાય હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓને પણ રિમાન્ડ માટે મોકલવામાં આવ્યા છે. આ પહેલા મામલામાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને ગુરૂવારે જમ્મૂની એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સસ્પેન્ડેડ ડીએસપી દેવેંદ્ર સિંહને કુલગામથી જમ્મૂ લાવવામાં આવ્યો જ્યાં તેને NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિમાન્ડ પર લીદા બાદ દેવિન્દર અને અન્ય ત્રણ આતંકીઓ સાથે એનઆઈએ પૂછપરછ કરશે. પૂછપરછ કર્યા બાદ એનઆઈએ દેવિન્દર સિંહને દિલ્હી લઈને આવશે. આ પહેલા દેવિન્દર સિંહ સાથે જોડાયેલા ઘણા ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં શંકાસ્પદ સામાન્ય મળ્યો હતો.
દેવેંદ્ર સિંહના શ્રીનગર સ્થિત ઘર પર NIAએ બુધવારે દરોડા પાડ્યા હતા. એજન્સીને આ દરોડા દરમિયાન 7.5 લાખ રૂપિયા રોકડા, એક નકશો અને કેટલાક શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા હતા. દેવેંદ્ર સિંહ સિવાય NIAએ શ્રીનગરના ગુલશન નગર સ્થિત એક ડોક્ટરના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. સૂત્રો પ્રમાણે, આ દરોડામાં એજન્સીને કંઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
જમ્મૂ-કાશ્મીર પોલીસથી સસ્પેન્ડેડ થઈ ચુકેલ ડીએસપી દેવેંદ્ર સિંહને 11 જાન્યુઆરીએ હિઝ્બુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓની સાથે ધરપકડ કરવામાં આવી હતી. દેવેંદ્ર સિંહ ત્રણેય આતંકીઓની સાથે એક કારમાં હાજર હતો. ડીએસપી પર આરોપ છે કે, તે ત્રણેયને જમ્મૂ લઈ જતો હતો, જ્યાંથી ત્રણેય દિલ્હી જવાના હતા. કારમાં દારૂગોળો પણ જપ્ત થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion