Air India Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા મૃતકોને 1-1 કરોડ આપશે ટાટા ગ્રુપ
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ.

નવી દિલ્હી: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ સમયે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે."
Tata Group will provide Rs 1 crore to the families of each person who has lost their life in this tragedy. We will also cover the medical expenses of those injured and ensure that they receive all necessary care and support. Additionally, we will provide support in the building… pic.twitter.com/n6X8sJU5Ei
— ANI (@ANI) June 12, 2025
આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા લખ્યું છે કે, "ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય પૂરી પાડશે. અમે ઘાયલોનો તબીબી ખર્ચ પણ સહન કરીશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ANI સાથે વાત કરતા જણાવ્યું છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સીટ 11A માંથી એક વ્યક્તિ જીવિત મળી આવી છે. આ વ્યક્તિની હાલત ગંભીર હોવા છતાં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, અને ડોકટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
અગાઉ, પોલીસ કમિશનર જી.એસ. મલિકને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. પરંતુ, એએનઆઈ સાથે સાથેની વાતચીતમાં તેમણે પોતાના અગાઉના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. એક વ્યક્તિ હજુ પણ જીવિત છે, તેની સારવાર ચાલી રહી છે."
વિમાનમાં સવાર 242 લોકોમાંથી 169 ભારતીય, 7 પોર્ટુગીઝ, 53 બ્રિટિશ અને એક કેનેડિયન નાગરિક હતા. આ અકસ્માત અમદાવાદના મેઘનાની નગર વિસ્તારમાં થયો હતો, જે એરપોર્ટથી થોડા અંતરે આવેલો છે.
વિમાનમાં 242 લોકો સવાર હતા
ગુરુવારે (12 જૂન, 2025) બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં 10 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત થયા છે. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.





















