શોધખોળ કરો
Advertisement
આ ભાઈને શર્ટનું બટન ખુલ્લુ રાખી ગાડી ચલાવવું પડ્યું ભારે, ફાટ્યો મેમો.....
સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે, પરંતુ આવો પણ નિયમ છે. ગાડીના ડ્રાઇવરને આખી બાંયની ટી-શર્ટ કે શર્ટ પહેરવો જરૂરી છે.
નવી દિલ્હીઃ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદથી મેમો ફાડવાની નવા નવા અહેવાલ રોજ મળી રહ્યા છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં નવો નિયમ લાગુ થઈ ગઓ છે. હાલમાં જ ટ્રાફિક પોલીસે તરફતી મેમો ફાડવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ટેક્સી ડ્રાઈવરને શર્ટનું બટન ખોલીને ગાડી ચલાવવી મોંઘી પડી. એક વ્યક્તિના શર્ટનું બટન ખુલ્લું હોવાને કારણે તેનો મેમો ફાડવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના જયપુરમાં સંજય સર્કલની છે. અહીં કાલ ચલાવતી વખતે ડ્રાઇવરે શર્ટનાં બટન ખુલ્લાં રાખ્યાં હતાં અને સાથે લેંઘો અને ચપ્પલ પહેર્યાં હતાં. એસઆઈ માધોસિંહએ ડ્રાઇવરને યુનિફોર્મમાં ન હોવાથી મેમો ફાડ્યો છે.
સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે, પરંતુ આવો પણ નિયમ છે. ગાડીના ડ્રાઇવરને આખી બાંયની ટી-શર્ટ કે શર્ટ પહેરવો જરૂરી છે. આ નિયમ તોડો તો તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સિવાય ટ્રક, ટ્રેક્ટર અને બીજી કૉમર્શિયલ ગાડીના ડ્રાઇવરને ડ્રેસ કોડ જાળવવો જરૂરી છે, ડ્રાઇવર લુંગી-બનિયાન પહેરી ગાડી ન ચલાવી શકે. ડ્રાઇવરની સાથે-સાથે આ નિયમ સહાયકો અને કંડક્ટરો પણ પણ લાગુ પડે છે. જો કોઇ તેનું પાલન ન કરે તો ચલાન કાપી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion