Tarun Tejpal News: દુષ્કર્મ કેસમાં તહેલકાના પૂર્વ તંત્રી તરૂણ તેજપાલ નિર્દોષ, 2013માં થઈ હતી FIR
જપાલ વિરુદ્ધ ગોવા પોલીસે નવેમ્બર 2013માં FIR દાખલ કરી હતી અને ત્યારબાદ તેજપાલની ધરપકડ થઈ હતી.
દુષ્કર્મ કેસમાં પત્રકાર તરુણ તેજપાલને મોટી રાહત મળી છે. 8 વર્ષ પછી ગોવા સેશન કોર્ટે તરુણ તેજપાલને નિર્દેષ જાહેર કર્યા છે. તહેલકા મેગેઝીનના પૂર્વ મેનેજિંગ એડીટર તરુણ તેજપાલ પર 20213માં ગોવાની એક લક્ઝરી હોટલમાં લિફ્ટમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો હતો. પત્રકાર તરુણ તેજપાલ પર સહકર્મીએ જ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.
તેજપાલ વિરુદ્ધ ગોવા પોલીસે નવેમ્બર 2013માં FIR દાખલ કરી હતી અને ત્યારબાદ તેજપાલની ધરપકડ થઈ હતી. તરુણ તેજપાલ વર્ષ 2014ના મે મહિનાથી જામીન પર બહાર છે. ગોવા પોલીસે ફેબ્રુઆરી 2014માં તેના વિરુદ્ધ 2846 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી.
Goa: Former Editor-in-Chief of Tehelka Magazine, Tarun Tejpal acquitted of all charges in the alleged sexual assault case against him.
— ANI (@ANI) May 21, 2021
(File photo) pic.twitter.com/peaMdXUfHV
જિલ્લા સેશન કોર્ટે 27 એપ્રિલને ચુકાદો આવવાનો હતો પરંતુ જજ ક્ષમા જોશીએ ચુકાદો 12 મે સુધી અનામત રાખ્યો હતો. 12 મેના રોજ નિર્ણય ફરી એક વખત 19 મે સુધી ટાળી દેવામાં આવ્યો હતો. કોર્ટે આ પહેલા કહ્યું હતું કે, કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામરીને કારણે સ્ટાફ ઓછો હોવાને કારણે આ કેસ સ્થગિત કરવામાં આવ્યો હતો. તરૂણ તેજપાલે આ પહેલા મુંબઈ હાઈ કોર્ટ અરજી કરીને પોતાના પર લાગેલ આરેપ અટકાવી દેવાની વિનંતી કરી હતી પરંતુ કોર્ટે એ એરજી ફગાવી દીધી હતી.
કઈ કલમ લગાવવામાં આવી હતી ?
તરૂણ તેજપાલ પર ભારતીય દંડ સંહિતાની કલમ 342 (ખોટી રીતે રોકવા), 342 (ખોટા ઇરાદાથી કેદ કરવા), 354, 351-એ (જાતીય શોષણ), 376 (2) (મહિલા પર અધિકાર રાખનાર વ્યક્તિ દ્વારા દુષ્કર્મ) અને 376 (2) (કે) (નિયંત્રણ કરી શકવાની સ્થિતિ ધરાવનાર વ્યક્તિ દ્વારા દુષ્કર્મ) અંતર્ગત કેસ ચાલી રહ્યો હતો.