શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહના ઘરે પહોંચ્યા તેજસ્વી અને તેજપ્રતાપ, સરકાર પાસે કરી આ માંગ
તેજસ્વી યાદવા રાજીવનગર આવાસ પર સુશાંતના પિતા કેકે સિંહને મળીને શોક સંવેદના પ્રકટ કરી અને સુશાંતની તસવીર પર પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી
પટનાઃ બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ ગુરવારે રાષ્ટ્રીય જનતા દળ-આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગનાનંદ સિંહ અને તેજપ્રતાપ યાદવની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પટના સ્થિત ઘરે પહોંચ્યા હતા, અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદન પ્રકટ કરી હતી.
તેજસ્વી યાદવા રાજીવનગર આવાસ પર સુશાંતના પિતા કેકે સિંહને મળીને શોક સંવેદના પ્રકટ કરી અને સુશાંતની તસવીર પર પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.
તેજસ્વીએ કહ્યું - સુશાંત સિંહના જવાથી દેશના યુવાઓએ પોતાના યૂથ આઇકૉનને ગુમાવી દીધો છે. તેને કોઇપણ ગૉડફાધર વિના બૉલીવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી અને સફળતા મેળવી હતી.
તેને કહ્યું- અમારી ઇચ્છા છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થાય. સુશાંતના પરિજન જે તપાસની માંગ કરશે. તેમની માંગ સાથે અમે સહમત છીએ. તેજસ્વીએ આગળ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને નાલંદાના રાજગીરમાં બની રહેલી ફિલ્મ સીટીનુ નામ સુશાંત સિંહના નામ પર રાખવાની માંગ કરી.
નોંધનીય છે કે, 14 જૂને અભિનેતા સુશાંત સિંહે મુંબઇ સ્થિત પોતાના બ્રાન્દ્રા વાળા ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion