શોધખોળ કરો

Telangana Exit Poll 2024: તેલંગાણામાં કોને મળશે કેટલી બેઠકો, જાણો એબીપી સીવોટરનો એક્ઝિટ પોલ 

તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. શનિવાર (1 જૂન)ના રોજ સાતમા તબક્કાનું મતદાન સમાપ્ત થતાંની સાથે જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા.

Telangana Exit Poll Result 2024: તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. શનિવાર (1 જૂન)ના રોજ સાતમા તબક્કાનું મતદાન સમાપ્ત થતાંની સાથે જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. તેલંગાણાની લડાઈમાં સત્તારૂઢ કોંગ્રેસ, BRS, BJP અને AIMIM વચ્ચે સીધી લડાઈ છે.

તેલંગાણામાં લોકસભાની કુલ 17 બેઠકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં BRS સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તે સમયે રાજ્યની સત્તા પર પણ બીઆરએસનું નિયંત્રણ હતું. જો કે આ વખતે રાજ્યમાં સત્તાપલટો થયો છે અને તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. કોંગ્રેસને ગત વખતની સરખામણીએ તેનું પ્રદર્શન સુધરવાની આશા છે, જ્યારે ભાજપ અને AIMIM અહીં સારા પ્રદર્શનની આશા રાખે છે.

તેલંગાણામાં કોને કેટલી સીટો મળી રહી છે ?

તેલંગાણાના એક્ઝિટ પોલની વાત કરીએ તો રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસને 7-9 લોકસભા બેઠકો મળવાની ધારણા છે.  ભાજપને 7-9 સીટો મળવાની શક્યતા છે. અન્ય પાર્ટીઓને 0-1 સીટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકીય પક્ષ લોકસભા બેઠકો  (17)
કૉંગ્રેસ+ 7-9
NDA 7-9

2019 ના પરિણામો 

2019ની લોકસભા ચૂંટણીમાં BRSને 41.7 ટકા મતો સાથે 9 બેઠકો મળી હતી.  ભાજપને 19.7 ટકા મતો સાથે ચાર બેઠકો મળી, કોંગ્રેસને ત્રણ બેઠકો મળી. કોંગ્રેસનો વોટ શેર 29.8 ટકા હતો. આ સાથે AIMIMને 2.8 ટકા વોટ શેર સાથે એક સીટ મળી છે.

2014 પરિણામો 

તેલંગાણામાં 2014ની લોકસભા ચૂંટણીમાં, BRSને 11 બેઠકો (34.9%), કોંગ્રેસને બે બેઠકો (24.7%), TDPને એક બેઠક (12.03%), ભાજપને એક બેઠક (10.05%) અને YSRCPને એક બેઠક 13.01% મળી હતી. 

મતદાન ક્યારે યોજાયું?

તમને જણાવી દઈએ કે તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે એક જ તબક્કામાં 13 મેના રોજ મતદાન થયું હતું. તેલંગાણામાં કોંગ્રેસ સત્તામાં છે. રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે. જોકે, સત્તાધારી કોંગ્રેસને ભાજપ, BRS અને AIMIMનો પડકાર છે. 

દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 બેઠકો  મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.

11 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન કરવામાં આવેલા આ સર્વેમાં 57 હજાર 566 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. તમામ 543 સીટો પર સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget