બંગાળના બીરભૂમમાં TMC નેતા પર બોમ્બ હુમલા બાદ હિંસા ફાટી નીકળી, 10 લોકોને જીવતા સળગાવ્યા
હાલમાં વિસ્તારમાં તણાવને જોતા મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં TMC નેતાની હત્યા બાદ TMC કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ. રોષે ભરાયેલા ટોળાએ 10-12 ઘરોના દરવાજા બંધ કરીને આગ ચાંપી દીધી હતી. આગમાં 10 લોકો જીવતા સળઘી ગયા હતા. હાલમાં વિસ્તારમાં તણાવને જોતા મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
ઘટના બીરભૂમના રામપુરહાટની છે. કહેવામાં આવી રહ્યું છે કે રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અહીં ટોળાએ 5 ઘરોના દરવાજા બંધ કરીને આગ ચાંપી દીધી હતી. જેમાં 7 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. એટલું જ નહીં ડીએમ સહિત બીરભૂમના તમામ મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
SITની રચના કરી
રામપુરહાટમાં ભડકેલી હિંસાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેમાં સીઆઈડીના એડીજી જ્ઞાનવંત સિંહ, એડીજી વેસ્ટર્ન રેન્જ સંજય સિંહ અને ડીઆઈજી સીઆઈડી ઓપરેશન મેરાજ ખાલિદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે, રામપુરહાટમાં આગને કારણે મોતની માહિતી મળી છે. પરંતુ તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ સ્થાનિક ગ્રામીણ સંઘર્ષ છે. એક દિવસ પહેલા TMC નેતાની હત્યા કરવામાં આવી હતી. તેઓ ખૂબ જ લોકપ્રિય હતા. તેમના મૃત્યુને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રાત્રે આગ લાગી હતી.
घटना कल रात की है,10-12 घर थे जो जल चुके हैं, कुल 10 लोगों की मृत्यु हुई है जिनकी बॉडी रिकवर की गई है। एक ही घर से 7 लोगों के शव निकाले गए हैं: रामपुरहाट में तृणमूल नेता की हत्या के बाद कथित रूप से भीड़ द्वारा घरों में आग लगाने से कई लोगों की मृत्यु पर दमकल अधिकारी, बीरभूम pic.twitter.com/66ptPD3NXK
— ANI_HindiNews (@AHindinews) March 22, 2022