શોધખોળ કરો
Advertisement
આ રાજ્યોમાં કોરોના દર્દીની સંખ્યા જેમ-જેમ વધી રહી છે, તેમ-તેમ ટેસ્ટિંગની સંખ્યા ઘટી રહી છે
ગુજરાત દેશનું ચોથું રાજ્ય છે, જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. ત્યારે અહીં પર ત્રણ વખત ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા દરરોજ રેકોર્ડ વધી રહી છે. પરંતુ આ વચ્ચે કેટલાક રાજ્યોમાં ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ખાસ વાત એ છે કે આ રાજ્ય એ જ છે જ્યાં કોરોનાદર્દીની સંખ્યા ઝડપથી વધી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ટેસ્ટિંગ ઘટ્યું છે.
દિલ્હીમાં 3 જૂનથી 11 જૂનની વચ્ચે કોરોનાનું એવરેજ ટેસ્ટિંગ 6540થી ઘટીને 5001 પર આવી ગયું. જ્યારે આ દરમિયાન પોઝિટિવ દર્દીની સંખ્યા વધીને 18.3 ટકાથી 27.7 ટકા થઈ ગઈ છે. 16 મેથી 28 મે વચ્ચે કોરોના ટેસ્ટિંગની સંખ્યા 6660થી ઘટીને 4675 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીની સંખ્યા દિલ્હીથી બે ગણી છે અને દેશમાં સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં 29 મેથી 6 જૂનની વચ્ચે ટેસ્ટની સંખઅયા 14497થી ઘટીને 12764 પર પહોંચી ગઈ છે. જોકે 11 જૂન સુધી એ વધીને ફરી 14236 થઈ ગઈ. હાલમાં મહારાષ્ટર્માં 5 ટેસ્ટમાંથી એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે.
ગુજરાત દેશનું ચોથું રાજ્ય છે, જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. ત્યારે અહીં પર ત્રણ વખત ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 8થી 15 મેની વચ્ચે સરેરાશ કોરોના ટેસ્ટ 5230થી ઘટીને 3210 પર પહોંચી ગયું. 22થી 30 મેની વચ્ચે 6386થી 3959 પર પહોંચી ગયું. 18થી 26 મેની વચ્ચે ફરી ટેસ્ટિંગની સંખઅયા 5161થી 3576 પર પહોંચી ઈ. જ્યારે પોઝિટિવ રેટ 7.5થી 9.7 ટકા રહ્યો છે.
મધ્ય પ્રદેશમાં 18થી 26 મેની વચ્ચે એવરેજ કોરોના ટેસ્ટની સંખ્યા ઘટીને 5161થી 3576 થઈ ગઈ. ઓડિશામાં 24 મેના રોજ એવરેજ કોરોના ટેસ્ટની સંખ્યા 4659થી ઘટીને 11 જૂનના રોજ 2798 પર પહોંચી ગઈ. જ્યારે આ દરમિયાન પોઝિટિવ રેટ 1.6 ટકાથી વધી 4.6 ટકા થઈ ગયો. આ રાજ્યો ઉપરાંત રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડમાં પણ કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement