શોધખોળ કરો
Advertisement
આ રાજ્યમાં કોરોના વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે, દર એક કલાકે 4 લોકોના મોત
ગુજરાતમાં પણ તહેવારોની સિઝનની સાથેસાથે કોરોનાની પણ સિઝન જામતી જાય છે.
દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં દર એક કલાકે કોરોનાને લીધે ચાર લોકોના મોત થઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 6396 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 99 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
છેલ્લા પાંચ દિવસમાં દિલ્હીમાં કોરોનાથી 500 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હાલ 42 હજારથી વધુએ પહોંચી ગઈ છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ચાર લાખ 95 હજાર 598 પર પહોંચી છે. છેલ્લા 16 દિવસમાં દિલ્હીમાં કોરોનાના નવા એક લાખ કેસ નોંધાયા છે જ્યારે 1200 લોકોના કોરોનાથી મોત થયા છે.
બીજી બાજુ ગુજરાતમાં પણ તહેવારોની સિઝનની સાથેસાથે કોરોનાની પણ સિઝન જામતી જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના નવા 218 પોઝિટીવ કેસ નોંધાયા છે.
અમદાવાદ બાદ સુરતમાં 158, વડોદરામાં 96, રાજકોટમાં 55, જામનગરમાં 17, ભાવનગરમાં 05, જૂનાગઢમાં 11 અને ગાંધીનગરમાં નવા 36 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં વધુ 7 દર્દીના મૃત્યુ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement