શોધખોળ કરો

Chandrayaan-3ની લોન્ચિંગ ડેટ આવી સામે, જુલાઇમાં આ દિવસે ISRO કરી શકે છે લોન્ચ, જાણો ભારત માટે કેમ છે આ મિશન ખાસ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જાહેરાત કરી છે કે ચંદ્રયાન-3 લોન્ચિંગ 13 જુલાઈના રોજ બપોરે 2.30 વાગ્યે કરવામાં આવશે.

Chandrayaan-3 Launching: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જાહેરાત કરી છે કે ચંદ્રયાન-3 13 જુલાઈના રોજ બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ISROએ કહ્યું કે ભારત શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 લોન્ચ કરશે. ચંદ્રયાન-3ને GSLV માર્ક-III હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવશે.

13 જુલાઈ, 2023ના રોજ બપોરે 2.30 વાગ્યે ચંદ્રયાન-3 કરાશે લોન્ચ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા મિશન મૂનના ચંદ્રયાન-3ના લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે. ઈસરોના અધિકારીઓએ જણાવ્યું કે 13 જુલાઈએ ચંદ્રયાન-3ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ચંદ્રયાન લોન્ચ કરવાનો ભારતનો આ ત્રીજો પ્રયાસ છે. અગાઉ ચંદ્રયાન-2 દરમિયાન ઘણા ખાટા અનુભવો થયા હતા અને આખો દેશ તે સમયનો સાક્ષી બન્યો હતો. જ્યારે અવકાશ સંશોધનની વાત આવે છે ત્યારે દેશ માટે મોટી પ્રગતિની વાત છે. ગત વખતે એટલે કે ચંદ્રયાન-2 દરમિયાન વિક્રમ લેન્ડરનું યોગ્ય લોન્ચિંગ થઈ શક્યું ન હતું, પરંતુ હવે સંપૂર્ણ અનુભવ સાથે નવી શરૂઆત કરવી પડશે.

ચંદ્રયાન-3ના લોન્ચિંગ મામલે ઈસરોના અધિકારીઓનું નિવેદન

ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મિશનની સફળતાની દરેક આશા છે. ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડિંગ અને રોબોટિક રોવરને નિયંત્રિત કરવાની પદ્ધતિ આપણને આશા આપે છે. અધિકારીઓએ કહ્યું કે ચંદ્રયાન-3 મિશન ચંદ્ર વિશેની આપણી સમજણને આગળ વધારશે તેવી અપેક્ષા છે. લોન્ચ માટે GSLV માર્ક III હેવી-લિફ્ટ લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે, જે ભારતના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે થશે. આ મિશનનું બજેટ 615 મિલિયન ડોલર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 જોખમો ઘટાડવા અને સફળ મિશનની ખાતરી આપવા માટે વ્યાપક પરીક્ષણ અને માન્યતા પ્રક્રિયાઓમાંથી પસાર કરવું પડ્યું હતું.

આ વખતે ઘણા સુધારા કરવામાં આવ્યા છે

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વખતે ઈસરોએ મિશનની સફળતાની ખાતરી આપવા માટે ઘણા સુધારા કર્યા છે. ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3 પણ એક લેન્ડર રોવર મોકલવામાં આવશે. પરંતુ તે ઓર્બિટર મોકલશે નહીં. લેન્ડર અને રોવરને પ્રોપલ્શન મોડ્યુલ દ્વારા મોકલવામાં આવશે. મિશનના હેબિટેબલ પ્લેનેટ અર્થ (SHAPE) પેલોડની સ્પેક્ટ્રો-પોલરીમેટ્રી પણ મહત્વપૂર્ણ હશે કારણ કે સાધન ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીના વર્ણપટ અને ધ્રુવીય રીડિંગ્સનું વિશ્લેષણ કરશે. આનાથી આપણા વૈજ્ઞાનિકોને આપણા ગ્રહ વિશે મહત્વપૂર્ણ માહિતી મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Embed widget