(Source: Poll of Polls)
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આજે અને આવતી કાલે ફરી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત તેલંગણા, હિમાચલ અને ઓડિશામાં આજે અને આવતી કાલે ફરી વરસાદ વરસી શકે છે. જાણીએ કયાં જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.
Rain Forecast:શનિવારે (19 ઓગસ્ટ)થી એટલે કે આજથી દેશના ઘણા ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે. શુક્રવારે રાત્રે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કેટલાક રાજયોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. શનિવારે (19 ઓગસ્ટ) દિલ્હી-NCR સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. આ વરસાદ બાદ લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.
દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 19-20 ઓગસ્ટના રોજ પૂર્વ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 20 ઓગસ્ટથી ઉત્તરપૂર્વ ભારતમાં પણ વરસાદનો અનુમાન છે. આ સિવાય ઓગસ્ટના અંત સુધી હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મોનસૂન એક્ટિવ રહે તેવો અનુમાન વ્યક્ત કર્યો છે.
IMDનું એલર્ટ શું કહે છે?
પૂર્વીય ભારત માટે આગાહી કરતા, હવામાન વિભાગે કહ્યું છે કે, ઓડિશામાં આજે 19 ઓગસ્ટે ખૂબ જ ભારે વરસાદ પડશે. આ સિવાય ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 19 ઓગસ્ટ સુધી, બિહાર અને સબ સિક્કિમમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. બિહારના સીતામઢી, મુઝફ્ફરપુર, પટના, સમસ્તીપુર, ખગરિયા જિલ્લામાં વધુ વરસાદ પડી શકે છે. બીજી તરફ મધ્ય ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં 19 અને 20 ઓગસ્ટે ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં 19 થી 22 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે જ્યારે યુપીમાં 19 અને 22 ઓગસ્ટે હિમાચલ પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. જો દક્ષિણ ભારતની વાત કરીએ તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદી માહોલ ફરી જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ રાજ્યમાં છૂટછવાયો વરસાદ પડશે. 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની થઇ શકે છે.
આજે દક્ષિણના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મઘ્ય વરસાદનું અનુમાન છે.