શોધખોળ કરો

Operation Amanat: ટ્રેનમાં ભૂલી ગયા છો સામાન તો ચિંતા કરવાની જરૂર નથી, અહીથી પરત મળી જશે

જો તમે લોકો પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે

જો તમે લોકો પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. મુસાફરી દરમિયાન, જ્યારે લોકો સ્ટેશન પર પહોંચવાની ઉતાવળમાં હોય છે, ત્યારે તેઓ ભૂલથી તેમનો કિંમતી સામાન ટ્રેનમાં જ ભૂલી જાય છે. પછીથી જ્યારે આપણને યાદ આવે છે આપણે સામાન શોધવાનું શરૂ કરીએ છીએ પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે અને આપણને નિરાશા જ મળે છે.

રેલવેએ મુસાફરોની સુવિધા માટે એક ખાસ મિશન શરૂ કર્યું હતું અને આ મિશનનું નામ છે Mission Amanat. ચાલો જાણીએ શું છે ઓપરેશન અમાનત અને તમને ખોવાયેલા સામાન વિશે કેવી રીતે માહિતી મળશે?

ભારતીય રેલવેના પશ્ચિમ ઝોને મુસાફરોની સુવિધા માટે Mission Amanatની શરૂઆત કરી હતી. આ મિશનને કારણે અત્યાર સુધીમાં લાખો લોકોને તેમનો સામાન પરત કરવામાં આવ્યો છે. મળી આવેલા સામાનની તસવીર અને વિગતો પશ્ચિમ રેલવેની સત્તાવાર સાઇટ પર શેર કરવામાં આવી છે.

સૌથી પહેલા તમારે https://wr.indianrailways.gov.in/ પર જવું પડશે. આ પછી તમારે Passenger & Freight Services સેક્શનમાં ઓપરેશન અમાનત પર ક્લિક કરવાનું રહેશે.

ઓપરેશન અમાનત પર ટેપ કર્યા પછી તમને તે તમામ વિભાગોના નામ દેખાશે જેમાં આ સુવિધા ઉપલબ્ધ છે. જેમ કે મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ, ભાવનગર ડિવિઝનમાં આ સુવિધા ઉપલબ્ધ છે. જો તમે વિભાગના નામ પર ક્લિક કરો છો, તો તમારી સામે એક ફાઇલ ખુલશે જેમાં તારીખ સાથે મળી આવેલા સામાનની વિગતો જોવા મળશે.

આ સાઇટ દ્વારા જ તમે ખોવાયેલા સામાન વિશે માહિતી મેળવી શકો છો. જો તમારો સામાન ચોરાઈ ગયો હોય તો તમારે અલગ ફરિયાદ નોંધાવવી પડશે. જો પ્રાપ્ત થયેલ સામાન તમારો છે, તો તમારે પુરાવો આપવો પડશે કે સામાન તમારો છે તો જ તમે તેના પર દાવો કરી શકશો. બધી પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી તમને તમારો સામાન પરત મળશે.                                                                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'

શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ

રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા

અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો

બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ

જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું

Embed widget