શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાની ઓક્સફર્ડે વિકસાવેલી રસી બે મહિનામાં આવી જશે, સાવ સસ્તામાં મળશે, જાણો કેટલી હશે કિંમત ?
દેશમાં સીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ રસીના ઉત્પાદનનું કામ કરીરહી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે.
નવી દિલ્હીઃ મંગળવારે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ કોરોના રસીને લઈને બીજા તબક્કાનું ટ્રાયલ પૂરું થવાના ખુશખભર આપ્યા છે. હવે દેશમાં પણ કોરોના વાયરસની રસીને લઈને સારા સમાચાર સાંભળવા મળ્યા છે. ઓક્સફોર્ડની આ જ રસીનું ભારતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે.
દેશમાં સીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ રસીના ઉત્પાદનનું કામ કરીરહી છે. જાણકારી અનુસાર આ રસીના એક કરોડ ડોઝ બનીને તૈયાર છે. નવેમ્બર સુધી ઓક્સફોર્ડની રસીના અંતિમ પરિણામ આવવાની આશા છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટના કાર્યકારી ડાયરેક્ટર ડો. રાજીબ ઢોરેએ કહ્યું કે, “અમે મોટા પાયે રસીનું ઉત્પાદન કર્યું છે. હાલમાં રસી માત્ર સપ્લાઈ કરવામાં આવનારી શીશીઓમાં ભરવાની બાકી છે. અમને આશા છે કે, ડિસેમ્બર સુધી કોરોનાની રસી બની શકે છે. ”
ડો. ઢેરેએ આગળ કહ્યું કે, અમે દર સપ્તાહે કોરોનાની રસીના લાકો ડોઝ તૈયાર કરવાના છીએ. આવનારા સમયમાં ઓક્સફોર્ડવાળી રસીના અબજો ડોઝ અમે તૈયાર કરી લેશું. તેમણે કહ્યું કે, એક વખત અમે ભારત સરકારને સુરક્ષા અને ક્લીનિકલ ટ્રાયલનો ડેટા આપીશું તો નવેમ્બર સુધી અમને લાઇસન્સ મળી જશે.
સીરમ ઇન્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ આદર પૂનાવાલાએ એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, તેના માટે તેમણે 20 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આ નિર્ણય લેવામાં માત્ર અડધા કલાકનો સમય લાગ્યો. આદર પૂનાલાવાલા અનુસાર રસીની બજારમાં કિંમત અંદાજે 1000 રૂપિયાની આસપાસ હશે. પોતાના નિર્મય વિશે તેમણે કહ્યું કે, દેશની સેવા કરવી સૌથી મોટું કર્તવ્ય હોય છે. આ નિર્મયથી દેશનું ભલું થશે. જણાવીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion