અમિત શાહે કહ્યુ- મોદી સરકારના કેટલાક નિર્ણય ખોટા હોઇ શકે છે પણ....
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારના કેટલાક નિર્ણય ખોટા હોઇ શકે છે પરંતુ સરકારના ઇરાદાઓ હંમેશા સારા રહ્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારના કેટલાક નિર્ણય ખોટા હોઇ શકે છે પરંતુ સરકારના ઇરાદાઓ હંમેશા સારા રહ્યા છે. તેમણે આ વાત ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (FICCI)ના 94મા વાર્ષિક સંમેલનમાં કહી હતી. શાહે આ અવસર પર કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ એ છે કે 130 કરોડ લોકોને દેશના લોકતંત્ર પર વિશ્વાસ વધ્યો છે. અમિત શાહે દેશના વિકાસમાં ફિક્કીના યોગદાનના વખાણ કર્યા હતા.
कोरोनाकाल में @narendramodi जी ने देश की अर्थव्यवस्था को मजबूती देने हेतु सही समय पर कई नीतिगत फैसले लिए जिनके कारण भारत महामारी के प्रभाव से दुनिया में सबसे तेजी से उभरा।
— Amit Shah (@AmitShah) December 17, 2021
मुझे विश्वास है कि मोदी जी के नेतृत्व में 2022 में भारत विश्व की सबसे तेज बढ़ने वाली अर्थव्यवस्था होगा। pic.twitter.com/c6Mq45JxCQ
અમિત શાહે કહ્યું કે બની શકે છે કે નિર્ણય ખોટા હોય, પરંતુ ઇરાદાઓ ખોટા નહોતા. શાહે આ અવસર પર કહ્યું કે તેમના ટીકાકારો પણ માને છે કે છેલ્લા સાત વર્ષમાં દેશની અંદર ખૂબ મોટા ફેરફાર જોવા મળ્યા છે. સરકાર પર ભ્રષ્ટાચારનો કોઇ આરોપ લાગ્યો નથી. તમામ હિતધારકોની સાથે વિચાર વિમર્શ બાદ તમામ ક્ષેત્રમાં સુધારો લાવવામાં આવ્યા છે.
ગૃહમંત્રીએ કહ્યું કે કોરોના દરમિયાન સરકારે અનેક એવા નિર્ણયો લીધા છે જેનો લોકોને લાંબા સમય સુધી ફાયદો મળશે. શાહે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતની ઇકોનોમી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ભારતનો આર્થિક વિકાસદર બે આંકડામાં પહોચી જાય તો તેમને કોઇ આશ્વર્ય નહી થાય. .
શાહે કહ્યું કે પોણા બે લાખ સુધી 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિને પાંચ કિલો અનાજ મફતમાં આપવાનું કામ ભાજપની નરેન્દ્ર મોદી સરકારે કહ્યું છે. આ ખૂબ મોટું કામ છે. આવું કામ દુનિયામાં ક્યાંય પણ નથી થયું. ભારતની અર્થવ્યવસ્થાની રિકવરી ખૂબ ઝડપથી થઇ રહી છે.