શોધખોળ કરો
Advertisement
દિલ્હી ગાઢ ધૂમ્મસની ચાદરમાં લપેટાયુ, વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી
સફદરગંજ એરપોર્ટની પાસે વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી થઇ ગઇ છે. દિલ્હીમાં આજે ન્યૂનત્તમ તાપમાન 7.4 ડિગ્રી છે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (એનસીઆર)માં હવામાનનો મિજાજ બદલાઇ ગયો છે. એનસીઆરમાં બુધવારની સવારે ધૂમ્મસ છવાઇ ગયુ હતુ. ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઇ ગઇ અને ગાડીઓની સ્પીડ પર બ્રેક લાગી ગઇ હતી.
સફદરગંજ એરપોર્ટની પાસે વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી થઇ ગઇ છે. દિલ્હીમાં આજે ન્યૂનત્તમ તાપમાન 7.4 ડિગ્રી છે.
થોડાક દિવસોની રાહત બાદ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં શીતલહેર ફરી વળી છે. હવામાન વિભાગ અનુસાર આગામી એક-બે દિવસોમાં ઠંડીનુ મોજુ ફરી વળી શકે છે, ત્યારબાદ ધૂમ્મસ દુર થઇ જશે.
ઉત્તર રેલવે રિઝનની 22 ટ્રેનો ઓછી વિઝિબિલિટીના કારણે મોડી પડી છે. વળી ધૂમ્મસના કારણે 6થી વધુ ફ્લાઇટો પણ લેટ થઇ છે.#WATCH Delhi: A dense layer of fog covers the national capital this morning. Visuals from Sarita Vihar. pic.twitter.com/njvMgHhRXF
— ANI (@ANI) January 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion