શોધખોળ કરો
મમતા બેનર્જીને વધુ એક ઝટકો, હવે આ ધારાસભ્ય થયા ભાજપમાં સામેલ, જાણો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ટીએમસીના ધારાસભ્ય દીપક હલદર મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ટીએમસીના ધારાસભ્ય દીપક હલદર મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. આજે તેમણે બારુઈપુરની એક રેલીમાં શુભેંદુ અધિકારી અને મુકુલ રોયની હાજરીમાં ભાજપની સદસ્યતા લીધી હતી.
સોમવારે ડાયમંડ હારબરથી ધારાસભ્ય દીપક હલદરે ટીએમસીમાંથી રાજીનામું આપી દિધુ હતું. તેમણે પોતાનું રાજીનામું સ્પીડ પોસ્ટથી મોકલ્યું હતું. આજે દીપક હલદર સાથે બારુઈપુરની રેલીમાં દક્ષિણ 24 પરગનાના ઘણા નેતા પણ ભાજપમાં સામેલ થયા છે.
બારૂઈપુરની રેલીમાં ટીએમસી છોડી ચૂકેલા ભાજપના નેતા રાજીવ બેનર્જીએ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું મમતા બેનર્જી સામ્પ્રદાયિક્તનું ઝેર ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું મમતા બેનર્જી કહે છે કે 100 દિવસનું કામ આપવામાં રાજ્ય સૌથી ઉપર છે, લોકોને આખુ વર્ષ કામ નથી આપી શકતા તેઓ 100 દિવસમાં કામ આપવામાં સૌથી પહેલા રહે છે. પાંચ વર્ષ ભાજપને આપો, અમે લોકો બંગાળને બદલી નાખશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement