શોધખોળ કરો
આજે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ

નવી દિલ્લી: આજે એટલે કે શુક્રવારે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈએ શરૂ થયું હતું. આ સત્રમાં સંસદમાં જીએસટી જેવા મહત્વના બિલને પાસ કરવામાં આવ્યું. રાજ્યસભામાં પાસ થયા પછી મેટરનીટીબેનીફિટ બિલને લોકસભામાં પાસ કરવામાં આવશે. આ બિલમાં મેટરનીટી લિવને 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવાની જોગવાઈ છે. સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર આજે મોનસૂન સત્ર પૂર્ણ થયા બાદ સત્રમાં થયેલા કામ અંગે એક પત્રકાર પરિષદ સંબોધશે.
વધુ વાંચો





















