શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારની મોટી જીત, રાજ્યસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ
આ પહેલા 26 જુલાઈએ લોકસભામાં બિલ પાસ થયું હતું. લોકસભામાં બિલની તરફેણમાં 303 અને વિરુદ્ધમાં 82 વોટ પડ્યા હતા.
નવી દિલ્હી: ત્રિપલ તલાક બિલ મામલે મોદી સરકારની મોટી જીત થઈ છે. લોકસભા બાદ રાજ્યસભામાં મંગળવારે ત્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું. રાજ્યસભમાં ત્રિપલ તલાકના બિલના સમર્થનમાં 99 અને વિપક્ષમાં 84 વોટ પડ્યા હતા. આ પહેલા રાજ્યસભામાં લાંબી ચર્ચા ચાલી હતી. વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ કરી હતી પરંતુ તે રજૂઆત 100 વિરુદ્ધ 84 મતે નામંજૂર થઇ હતી.
આ પહેલા 26 જુલાઈએ લોકસભામાં બિલ પાસ થયું હતું. લોકસભામાં બિલની તરફેણમાં 303 અને વિરુદ્ધમાં 82 વોટ પડ્યા હતા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયુ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદો બની જશે.
આ બિલ પાસ થયા બાદ હવે ત્રિપલ તલાકને બિનજામીનપાત્ર અપરાધ માનવામાં આવશે. સાથે જ તેના માટે 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ આ બિલમાં સામેલ છે. કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. બન્ને સદનોએ મુસ્લિમ મહિલાઓએ ન્યાય આપી છે. આ ટ્રાન્સફોર્મિંગ ભારતની શરૂઆત છે.Rajya Sabha passes Muslim Women (Protection of Rights on Marriage) Bill, 2019. #TripleTalaqBill pic.twitter.com/gVLh2wTzXK
— ANI (@ANI) July 30, 2019
સત્તારુઢ એનડીએના સહયોગી દળ જેડીયુ અને AIADMKએ ત્રિપલ તલાક બિલનો વિરોધ કરતાં રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યુ હતું. તે સિવાય ટીઆરએસ, વાઈએસઆર કૉંગ્રેસ અને બીએસપીએ પણ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું.Union Minister of Law & Justice Ravi Shankar Prasad: Today is a historic day. Both the Houses have given justice to the Muslim women. This is the beginning of a transforming India. #TripleTalaqBill pic.twitter.com/rXwPsfAtBF
— ANI (@ANI) July 30, 2019
કૉંગ્રેસ નેતા રાજ બબ્બરે કહ્યું કે હું માનું છું કે આ દેશની અંદર કોઈ પણ ફેમેલી લૉને લઈને મોટો ઝટકો છે. સિવિલ લૉને ક્રિમિનલ લૉ માં બદલવામાં આવ્યો છે. આ એક ઐતિહાસિક ભૂલ છે.#WATCH UP CM Yogi Adityanath on #TripleTalaqBill passed in Rajya Sabha,today: Unfortunately people who used to speak for women empowerment opposed Bill in Lok Sabha&Rajya Sabha, a Bill which is a symbol of women dignity. Congress&their allies, SP&BSP in state, have been exposed. pic.twitter.com/Je9shas7Ah
— ANI UP (@ANINewsUP) July 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion