શોધખોળ કરો

મતદાતાઓને લાંચ આપવાના કેસમાં મહિલા સાંસદને થઈ કેદની સજા, દેશનો પહેલો કિસ્સો....

આ મામલો 2019ની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. લોકસભા ચૂંટણી દરમિયાન ફ્લાઇંગ સ્કવોડે સાંસદના સાથી શૌકત અલીને ચૂંટણી પહેલા મતદારોને રૂપિયા વહેંચતા રંગે હાથ પકડ્યા હતા.

હૈદરાબાદઃ તેલંગાણાની લોકસભા સાંસદને મતદારોને પૈસા વહેંચવાના આરોપમાં સ્થાનિક અદાલતે 6 મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા કરી છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિની સાંસદ એમ કવિતા અને તેના એક સાથીને કોર્ટે આ મામલે દોષી માન્યા છે. જોકે હાલ કોર્ટે બંનેને જામીન આપ્યા છે. કવિતા તેલંગાણાની મહબૂબાબાદ લોકસભા સીટથી સાંસદ છે. જ્યારે કોઈ લોકસભા સાંસદને અદાલતે આ પ્રકારની સજા સંભળાવી હોય તેવો આ પ્રથમ મામલો છે.

ક્યારનો છે મામલો

આ મામલો 2019ની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. લોકસભા ચૂંટણી દરમિયાન ફ્લાઇંગ સ્કવોડે સાંસદના સાથી શૌકત અલીને ચૂંટણી પહેલા મતદારોને રૂપિયા વહેંચતા રંગે હાથ પકડ્યા હતા. પબ્લિક પ્રોસિક્યૂટરે જણાવ્યું કે, પકડાયા બાદ આ લોકોએ કવિતાના પક્ષમાં વોટ કરવા માટે મતદારોને રૂપિયા વહેંચતા હોવાનો સ્વીકાર કર્યો હતો.

કોર્ટે આપ્યા જામીન

આ મામલે શૌક્ત અલી અને કવિતાને આરોપી બનાવાયા હતા. જજે બંનેને દોષી જાહેર કરીને સજા સંભળાવી હતી. બંનેને 6 મહિનાની સાદી જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે અદાલતે જામીન આપતાં બંનેને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની પણ છૂટ આપી છે.

જજે જ્યારે ફેંસલો સંભળાવ્યો ત્યારે બંને આરોપી કોર્ટમાં હાજર હતા. કોર્ટે તેમને આઈપીસીની કલમ 171 ઈ અંતર્ગત દોષી ઠેરવ્યા હતા. સજા બાદ કવિતાએ સમાચાર એજન્સી પીટીઆઈ ભાષાને કહ્યું કે, તેમને જામીન મળી ગયા છે અને આ અંગે હાઇકોર્ટમાં અપીલ કરશે.

ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,742 નવા કેસ અને 535 લોકોના મોત થયા છે. ઉપરાંત 39,972 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે કુલ એક્ટિવ કેસનો આંકડો 4,08,212 પર પહોંચ્યો છે. કુલ 3,05,43,138 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,20,551 છે. દેશમાં કોરોનાથી કુલ રસીકરણનો આંક 43,31,50,864 પર પહોંચ્યો છે. દેશમાં છેલ્લા થોડા દિવસોથી રસીકરણની ગતિ વધી રહી છે.

ટોપ સ્ટોરી

‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Embed widget