શોધખોળ કરો
Advertisement
ચીનના સામાનના બહિષ્કારવાળું કાર્ટૂન પોસ્ટ કર્યા બાદ અમુલનું એકાઉન્ટ થયું બંધ, હવે ટ્વિટરે આપ્યું આ નિવેદન
અમુલે ચીની સામાનના બહિષ્કારવાળુ એક કાર્ટૂન ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું. તેના થોડાક જ કલાકો બાદ અમુલનું ટ્વિટર એકાઉન્ટ બંધ થઈ ગયું હતું.
અમદાવાદ: દેશમાં ચીનના સામાનના બહિષ્કારની ઝુંબેશ ચાલી રહી છે. તેની વચ્ચે અમુલે ચીની સામાનના બહિષ્કારવાળુ એક કાર્ટૂન ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું. તેના થોડાક જ કલાકો બાદ અમુલનું ટ્વિટર એકાઉન્ટ બંધ થઈ ગયું હતું. આ મામલે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર આરએસ સોઢીએ કહ્યું હતું કે, અમુલે દેશનો મૂડ બતાવ્યો છે. આરએસ સોઢીએ ટ્વિટરના આ નિર્ણયને હેરાન કરનારું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ટ્વિટરે કોઈ પણ સૂચના આપ્યા વગર એકાઉન્ટ બંધ કર્યું હતું. જો કે, બાદમાં શરુ કરી દેવામાં આવ્યું હતું.
હવે આ સમગ્ર મામલે ટ્વિટરનું પણ નિવેદન આવ્યું છે. ટ્વિટરે કહ્યું કે, “આ એકાઉન્ટ અમારા સ્પેમ ફિલ્ટરમાં આવ્યું હતું. આવા કિસ્સામાં તે સુનિચ્છિત કરવા માટે કે એકાઉન્ટ સાથે કોઈ ચેડા નથી કરવામાં આવ્યા, અકાઉન્ટના ઓનર તરફથી એક સિમ્પલ રી-કેપ્ચા પ્રોસેસ પૂરી કરવાની હોય છે. તેને એન્ટી સ્પેમ ચેલેન્જ પણ કહી શકાય. આ ચેલેન્જ સાચા એકાઉન્ટ માલિક માટે સરળ હોય છે પરંતુ છેડછાડ કરનાર માટે મુશ્કેલ હોય છે. જ્યારે એકાઉન્ટ દ્વારા સિક્યોરિટી સ્ટેપ પૂરી કરી લેવામાં આવે છે, ત્યારે ફરી એકાઉન્ટ શરૂ થઈ જાય છે. જેમ કે, @Amul_Coopનો મામલો હતો, તેને પૂરું કરી એક્સેસ ફરી મળી જાય છે. એકાઉન્ટની સુરક્ષા માટે અમારે નિયમિત રીતે લોગ-ઈન વેરિફિકેશન માટે સિક્યોરિટી-કીને પૂરી કરવાની જરૂર હોય છે.” જો કે, બાદમાં અમુલનું ટ્વિટર એકાઉન્ટ શરુ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, અમુલે ટ્વિટર પર ‘Exit The Dragon’ અને અમુલ મેડ ઈન ઇન્ડીયા લખાણવાળું અમુલ ગર્લનું કાર્ટુન પોસ્ટ કર્યુ હતું. અમુલ ગર્લનું કાર્ટુન દ્વારા દેશમાં વર્તમાન પ્રવાહો અને લોકોની લાગણી કાર્ટુન દ્વારા રજુ કરાતી હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion