શોધખોળ કરો
કાશ્મીરઃ કુલગામમાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ બે આતંકીઓને માર્યા ઠાર
![કાશ્મીરઃ કુલગામમાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ બે આતંકીઓને માર્યા ઠાર Two militants killed in Kulgam encounter કાશ્મીરઃ કુલગામમાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ બે આતંકીઓને માર્યા ઠાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/13093609/militants_1547321929_618x347.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના કુલગામમાં શનિવારે સૈન્ય, પોલીસ અને સીઆરપીએમના જોઇન્ટ ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. પોલીસના મતે સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. સૂચનાના આધાર પર સાંજે સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળો જ્યારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓ તરફથી તેમના પર ગોળીબાર કરાયો હતો. સુરક્ષા દળોએ આતંકીઓને સરેન્ડર થવાની તક આપી હતી પરંતુ આતંકીઓએ તેમના પર ફાયરિંગ ચાલુ રાખ્યું હતું.
સૂત્રોના મતે સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકીઓની ઓળખ જિનત-ઉલ-ઇસ્લામ અને શકીલ અહેમદ ડાર તરીકે થઇ છે. જિનત-ઉલ-ઇસ્લામ 2016માં માર્યા ગયેલા હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીનો સાથી હતો. સૂત્રોના મતે આજે પણ 300થી વધુ આતંકીઓ ઘાટીમાં સક્રીય છે. તેમના વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)