શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરઃ બે આતંકવાદીઓએ કર્યુ સરેન્ડર, સુરક્ષાદળોએ પરિવાર સાથે મિલાવ્યા
સેના કાશ્મીર ઘાટીમાં પોતાની સરેન્ડર પોલીસીને નવી રીતે લાગુ કરવાની તૈયાર કરી રહી છે. આ અંતર્ગત સરેન્ડર કરવાવાળા આતંકીઓ માટે પુર્નવાસ યોજના બનાવવામાં આવી રહી છે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીવાદીઓએ સુરક્ષાદળોની સામે આત્મસમર્પણ કરી દીધુ છે. અધિકારીઓએ આની જાણકારી આપી છે.
અધિકારીઓએ જણાવ્યુ કે, સુરક્ષા દળોએ સોપોરના તુજ્જર વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ અભિયાન શરૂ કર્યુ હતુ, આ દરમિયાન બે આતંકવાદીઓએ સુરક્ષાદળોની સામે આત્મસમર્પણ કરી લીધુ હતુ. તેમને જણાવ્યુ કે, બન્ને આતંકીની ઉંમર 20 વર્ષ અને 21 વર્ષની છે, અને બન્ને સોપોર શહેરના રહેવાસી છે. બન્નેને તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જમ્મુ-કાશ્મીરના વડગામમાં સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન જહાંગીર અહેમદને ગોળી ના મારવાની તસલ્લી આપતા પકડી લીધો હતો, જહાંગીર અહેમદને બાદમાં સુરક્ષાદળોએ પરિવાર સાથે મિલાવ્યો હતો.
ખરેખર, સેના કાશ્મીર ઘાટીમાં પોતાની સરેન્ડર પોલીસીને નવી રીતે લાગુ કરવાની તૈયાર કરી રહી છે. આ અંતર્ગત સરેન્ડર કરવાવાળા આતંકીઓ માટે પુર્નવાસ યોજના બનાવવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion