શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
5Gને લઈ ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
ટેલિકોમ મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યુ, અમે તમામ કંપનીઓને પરીક્ષણ માટે 5G સ્પેક્ટ્રમ આપવાનો ફેંસલો કર્યો છે. તેમણે જણાવ્યું, આ અંગે સૈદ્ધાંતિક રીતે ફેંસલો લેવામાં આવ્યો છે. 5G ભવિષ્ય છે, સ્પીડ છે. અમે 5Gને પ્રોત્સાહન આપીશું. દરેક ઓપરેટરો પરીક્ષણમાં સામેલ થઈ શકશે.
નવી દિલ્હીઃ ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે 5G સ્પેક્ટ્રમને લઈ સોમવારે મોટું નિવેદન આપ્યું છે. જે બાદ દેશમાં 5G સર્વિસને લઇ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સરકારે ચીનની દિગ્ગજ કંપની હુવાવેઈ સહિત નેટવર્ક ઉપકરણ પ્રોવાઇડર અને ટેલિકોમ સર્વિસ કંપનીઓને પરીક્ષણ માટે 5G સ્પેક્ટ્રમ આપવાનો ફેંસલો કર્યો છે.
ટેલિકોમ મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યુ, અમે તમામ કંપનીઓને પરીક્ષણ માટે 5G સ્પેક્ટ્રમ આપવાનો ફેંસલો કર્યો છે. તેમણે જણાવ્યું, આ અંગે સૈદ્ધાંતિક રીતે ફેંસલો લેવામાં આવ્યો છે. 5G ભવિષ્ય છે, સ્પીડ છે. અમે 5Gને પ્રોત્સાહન આપીશું. દરેક ઓપરેટરો પરીક્ષણમાં સામેલ થઈ શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ હુવાવેઈ સહિત તમામ ઓપરેટર અને વેંડરને આ પરીક્ષણમાં સામેલ કરાશે.
આ પહેલા ટેલિકોમ વિભાગે 5.23 લાખ કરોડની કિંમતના સ્પેકટ્રમની હરાજીની યોજનાને મંજૂરી આપી હતી. આ સ્પેક્ટ્રમ 8300 MHzનું હશે, જે દેશભરમાં 12 સર્કલોમાં વહેંચાયેલું હશે. સ્પેક્ટ્રમ હરાજીની પ્રક્રિયા 2020માં શરૂ થશે. જે સ્પેક્ટ્રમોની હરાજી હશે તેમાં 700 MHz, 800MHz, 900MHz, 2100MHz, 2300MHz અને 3300-3600 MHzને વેચાણ માટે રાખવામાં આવશે. તેમાં 5G સેવાઓ માટે 6050MHz પણ સામેલ છે. આગામી 5 વર્ષમાં 5G સેવા કાર્યરત થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. ક્રિકેટર કેએલ રાહુલે અથિયા સાથે શેર કરી આ તસવીર, મયંક અગ્રવાલે કરી કમેન્ટ ‘ફોન રખ, બાબુભૈયા’ Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખેંચી શાનદાર તસવીર, સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલUnion Minister Ravi Shankar Prasad: We have taken a decision on 5G trials. 5G is the future. We will encourage new innovations. All operators can participate in the 5G trials. pic.twitter.com/z1ke20hQVw
— ANI (@ANI) December 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion