શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખેંચી શાનદાર તસવીર, સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ફોટોગ્રાફીનો ઘણો શોખ છે. તેમની ગણના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તરીકે થાય છે. તેઓ ખુદ કહી ચુક્યા છે કે, ફોટોગ્રાફી તેમના માટે ઓક્સિજનનું કામ કરે છે, જેને તેઓ કોઈપણ પરિસ્થિતિમાં છોડી શકે નહીં.
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં સત્તાનો નવો ઈતિહાસ લખનારા મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આશરે બે મહિનાથી મીડિયા અને સોશિયલ મીડિયાનો સૌથી મોટો ચહેરો બની રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ તેમના ફોનથી ખેંચેલી એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
ઉદ્ધવ ઠાકરેએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે. જેમાં એક તસવીરમાં ખીલેલા ફૂલ નજરે પડી રહ્યા છે, જ્યારે બીજી તસવીરમાં ઉગતો સૂર્ય જોવા મળી રહ્યો છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે, “આઈફોન શોટ.”
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ફોટોગ્રાફીનો ઘણો શોખ છે. તેમની ગણના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તરીકે થાય છે. તેઓ ખુદ કહી ચુક્યા છે કે, ફોટોગ્રાફી તેમના માટે ઓક્સિજનનું કામ કરે છે, જેને તેઓ કોઈપણ પરિસ્થિતિમાં છોડી શકે નહીં. દુનિયાના ખૂણે ખૂણામાં જઈ ઉદ્ધવ ઠાકરે ફોટોગ્રાફી કરી ચુક્યા છે. ઉદ્ધવ ઠાકરે ઈન્ફ્રારેટ ટેકનિકથી કેનેડાના ઝીરો ડિગ્રી તાપમાનમાં પોલર બિયર અને કંબોડિયાની મંદિરોની તસવીર તેના કેમેરાથી ખેંચી ચુક્યા છે.View this post on Instagram
એરિયલ ફોટોગ્રાફી અંતર્ગત મહારાષ્ટ્રના કિલ્લા અને વારી યાત્રાની ખેંચેલી તસવીરોથી રાજ્યના કિલ્લાની અલગ જ છબિ દુનિયા સામે ઉભરીને આવી હતી. મુંબઈમાં ઉદ્ધવની તસવીરોનું પ્રદર્શન પણ યોજાઈ ચુક્યું છે, ઉપરાંત એક પુસ્તક પણ પબ્લિશ થયું છે. ઉદ્ધવ ઠાકરેની ઈચ્છા જ્વાળામુખી અને એવરેસ્ટ પર્વતના શિખરોની તસવીરોને કેમેરામાં કેદ કરવાની છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત ઈતિહાસમાં પ્રથમ વખત CMએ જનતા પાસેથી બદલો લેવાની વાત કહીઃ યોગીના નિવેદન પર પ્રિયંકાનો પ્રહાર મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણઃ કોંગ્રેસ ધારાસભ્યના શપથ ગ્રહણ દરમિયાન ગુસ્સે થયા રાજ્યપાલ, જાણો કારણView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion