શોધખોળ કરો

Umesh Pal Case: આખા UPને ધ્રુજાવનાર અતીક અહેમદને 'વિકાસ દુબે' વાળી થવાનો ફફડાટ?

તેની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ઉમેશ પાલ મર્ડર કેસમાં તેની કોઈ પૂછપરછ કરવી હોય તો તે ગુજરાતમાં જ હોવી જોઈએ.

Atique Ahmed Supreme Court Hearing: ઉત્તર પ્રદેશના ચકચારી ઉમેશ પાલ મર્ડર કેસ બાદ બાહુબલી અતીક અહેમદ પણ ફફડી ઉઠ્યો છે. અતીક અહેમદે તેને એન્કાઉન્ટરનો ખતરો હોવાનું સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતુ.  અતીકે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે, તેને યુપી પોલીસને સોંપવામાં ન આવે. અતીક હાલ ગુજરાતની અમદાવાદ જેલમાં બંધ છે. તેની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ઉમેશ પાલ મર્ડર કેસમાં તેની કોઈ પૂછપરછ કરવી હોય તો તે ગુજરાતમાં જ હોવી જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનને ટાંકવામાં આવ્યું છે. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ આપેલા આ નિવેદનમાં યોગીએ કહ્યું હતું કે, તેઓ માફિયાઓને જમીનદોસ્ત કરી નાખશે. ત્યાર બાદ કેટલાક ઉચ્ચ અધિકારીઓએ પણ આવી વાત કહી છે. આ પ્રકારના નિવેદનો અને યુપી પોલીસના અગાઉના રેકોર્ડનો ઉલ્લેખ કરીને અતીક અહેમદે પોતાના જીવનની સુરક્ષા માટે વિનંતી કરી છે. અતીક અહેમદે કહ્યું છે કે, તેની ગુજરાતમાં જ પૂછપરછ થવી જોઈએ. ઉત્તર પ્રદેશમાં તેનો જીવ જોખમમાં છે.

ગેંગસ્ટર વિકાસ દુબેએ કાર પલટી મારવાનો કર્યો ઉલ્લેખ 

ગેંગસ્ટર વિકાસ દુબેના વાહનને પલટી મારવા અને જેલમાં બંધ મુન્ના બજરંગીની હત્યા જેવી ઘટનાઓનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2019માં સુપ્રીમ કોર્ટે અતીક અહેમદને ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ ત્યારે આપવામાં આવ્યો હતો જ્યારે યુપીની દેવરિયા જેલમાં બંધ અતીક એક વેપારીનું અપહરણ કરીને તેને જેલમાં લઈ આવ્યો હતો. અતીકના વકીલે કહ્યું હતું કે, તેઓ સુપ્રીમ કોર્ટને આ મામલે જલ્દી સુનાવણી કરવા વિનંતી કરશે.

અતિક અહેમદના નજીકના મિત્ર પર બુલડોઝર 

દરમિયાન, યુપી પોલીસ-પ્રશાસને બુધવારે અતિક અહેમદના નજીકના સાથી ઝફર અહેમદના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું. પ્રયાગરાજ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સની હાજરીમાં મિલકતોની તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં ઝફર અહેમદ આરોપી છે. ગયા શુક્રવારે ધુમાનગંજ પોલીસ સ્ટેશન હેઠળના જયતિપુરમાં ઉમેશ પાલ અને તેના એક સુરક્ષાકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઉમેશ પાલ મર્ડર કેસના એક આરોપીનું મોત થયું હતું

બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય ઉમેશ પાલ રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતા. આ ઘટનામાં ઉમેશને સુરક્ષા આપનારા બે કોન્સ્ટેબલોમાંથી એક સંદીપ નિષાદનું પણ મોત થયું હતું. ઉમેશ પાલ મર્ડર કેસનો આરોપી અરબાઝ સોમવારે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ અથડામણમાં ધુમાનગંજના સ્ટેશન હાઉસ ઓફિસર રાજેશ મૌર્ય ઘાયલ થયા હતા, જેમની સારવાર SRN હોસ્પિટલમાં ચાલી રહી છે. અતીક અહેમદ અને તેનો ભાઈ પણ રાજુ પાલની હત્યાના આરોપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget