શોધખોળ કરો

UP : યોગી આકરા પાણીએ, ઉમેશ પાલ હત્યાકાંડમાં અલ્હાબાદ યૂનિવર્સિટીની આખી મુસ્લિમ હોસ્ટેલ સીલ

પોલીસ-પ્રશાસન આકરી કાર્યવાહી કરતા અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ હોસ્ટેલને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી.

Muslim Hostel Sealed : ઉત્તર પ્રદેશમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં યોગી સરકારે સપાટો બોલાવ્યો છે. પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના બે સરકારી ગનર્સની હત્યાને દસ દિવસ વીતી ગયા છે. આ મામલે હત્યાઆઓને ઝડપી પાડવા યુપી પોલીસ મોટાપાયે ઓપરેશન ચલાવી રહી છે. પોલીસ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં એક શૂટર અને મદદગાર માર્યા ગયા છે. સાથે અતિક અને ગેંગની મિલકતો પર પણ બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસ-પ્રશાસન હવે અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ હોસ્ટેલ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે. 

પોલીસ-પ્રશાસન આકરી કાર્યવાહી કરતા અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ હોસ્ટેલને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી.

હોસ્ટેલના રૂમ નંબર-36માં કાવતરું ઘડવામાં આવ્યું હતું

નોંધપાત્ર વાત એ છે કે, હત્યા કેસનો એક આરોપી સદાકત ખાન આ હોસ્ટેલમાં રહેતો હતો. પોલીસનો દાવો છે કે, ઉમેશ પાલની હત્યા કરવા માટે હોસ્ટેલના રૂમ નંબર-36માં મીટિંગ યોજાઈ હતી. ભૂતકાળમાં પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યું હતું કે, હત્યાનું કાવતરું મુસ્લિમ હોસ્ટેલના રૂમમાં ઘડવામાં આવ્યું હતું. આ ઘટનામાં સામેલ કાવતરાખોર સદાકત ખાનના પુત્ર શશમશાદ ખાનની ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ગાઝીપુરનો રહેવાસી છે અને એલએલબીનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. જે મુસ્લિમ હોસ્ટેલમાં રહેતો હતો.

ઉમેશ હત્યામાં વિજય ઉર્ફે ઉસ્માન માર્યો ગયો, 10 દિવસમાં બીજું એન્કાઉન્ટર

ઉમેશ પાલની પ્લાનિંગ અને ષડયંત્ર રચીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં બોમ્બ એટલા માટે ફેંકવામાં આવ્યો હતો કારણ કે, લોકો ડરીને સ્થળ પરથી ભાગી જાય. શૂટરે સીસીટીવી કેમેરાના દાયરામાં આવવાથી બચવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ પ્રયાગરાજ કોર્ટમાં જુબાની આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેની સાથે બે ગનર્સ હતા, પરંતુ ઉમેશ પાલ એ વાતથી તદ્દન અજાણ હતાં કે, એક ગાડી તેમનો પીછો કરી રહ્યું હતું.

ઉમેશ પાલની કાર શેરીમાં પહોંચતા જ તે કારમાંથી નીચે ઉતરે છે. આ સાથે જ ચારે બાજુથી ગોળીઓ વરસાવવામાં આવે છે. ઉમેશ પોતાનો જીવ બચાવવા શેરીમાં ભાગ્યો, ત્યાં સુધી તેના ગનર્સે પણ હુમલાખોરોને જવાબ આપવા માટે ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ જવાબ અપૂરતો સાબિત થયો અને બંનેના ઢીમ ઢાળી દેવામાં આવ્યા.

અસદ ઉમેશ પાલ પર ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો

હત્યા કેસનો મુખ્ય આરોપી માફિયા ડોન અતીક અહેમદ છે, જેનો ત્રીજો પુત્ર અસદ ઉમેશ પાલ પર ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં તો પોલીસ અસદનું નામ જ લેવાતી બચતી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ પ્રયાગરાજ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, અસદ જ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેના પર 2.5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય

ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્મા કરી બતાવ્યો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સમાજની રાજનીતિIndia win Champions Trophy 2025: ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈંડિયા બન્યું ચેમ્પિયન | abp AsmitaGeniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથGeniben Thakor: 'જીત બાદ સમાજને કેમ ભૂલી જાવ છો?'': મંત્રી કુંવરજી બાવળિયા પર ગેનીબેનનો પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય
ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્મા કરી બતાવ્યો
ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્મા કરી બતાવ્યો
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'
IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત થતા સમગ્ર દેશમાં જશ્નનો માહોલ, VIDEO

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પાકિસ્તાનને 3 મોટા ઝટકા આપ્યા, જાણો વિગતે

IND vs NZ Final : ભારતે સતત બીજી ICC ટૂર્નામેન્ટ જીતી, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું

Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી

Embed widget