શોધખોળ કરો

કામ સંભાળતા જ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે Twitterને શું આપી ચેતવણી, જાણો

અધિકારીમાંથી નેતા બનેલા અશ્વિની વૈષ્ણવે આજે આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતા તેમણે નવા IT નિયમોને લઈને ટ્વિટરને ચેતવણી આપી છે.

નવી દિલ્હી: અધિકારીમાંથી નેતા બનેલા અશ્વિની વૈષ્ણવે આજે આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતા તેમણે નવા IT નિયમોને લઈને ટ્વિટરને ચેતવણી આપી છે. ટ્વિટરની મનમાની પર મીડિયાના સવાલાનો જવાબ આપતા અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યુ કે, દેશનો કાયદો બધા માટે બરાબર છે અને દરેકે તેનું પાલન કરવું જ પડશે.

આ વચ્ચે ટ્વિટરે આજે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે, તે આઠ સપ્તાહની અંદર ફરિયાદી અધિકારીની નિમણૂક કરશે. ટ્વિટરે કોર્ટને તે પણ જણાવ્યું કે, તે આઈટી નિયમોના અનુપાલન માટે ભારતમાં એક સંપર્ક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે. આ કાર્યાલય તેનું સ્થાયી હશે. 

વૈષ્ણવે લીધી રવિશંકર પ્રસાદની જગ્યા

સંસદના સભ્યના રૂપમાં વૈષ્ણવનો આ પ્રથમ કાર્યકાળ છે અને તે કેબિનેટ મંત્રીના રૂપમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, સંચાર મંત્રાલય અને રેલ મંત્રાલયના પ્રભારી હશે. વૈષ્ણવે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તથા સંચાર મંત્રાલયમાં વરિષ્ઠ ભાજપ નેતા રવિશંકર પ્રસાદની જગ્યા લીધી છે. 

દેશની સેવા કરવાનો અવસર આપવા માટે પીએમનો આભારઃ વૈષ્ણવ

વૈષ્ણવે કાર્યભાર સંભાળ્યા  બાદ પત્રકારોને કહ્યુ- હું માનનીય પ્રધાનમંત્રીનો આભારી છું કે તેમણે દેશની જનતાની સેવા કરવાની તક આપી. દૂરસંચાર, આઈટી અને રેલવે, ત્રણેયમાં ખુબ તાલમેલ છે અને હું તે નક્કી કરવા માટે કામ કરીશ કે તેમના વિઝનને પૂરુ કરવામાં આવે. 

Modi New Cabinet: મોદી કેબિનેટના મંત્રીઓને શું આપવામાં આવ્યો આદેશ ?

મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા જ્યારે નવા ચેહરાને સ્થાન અપાયું છે. કુલ ૪૩ મંત્રીઓએ શપથ લીધા હતા તેમાં ૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.

સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી મુજબ, શપથ લેનારા તમામ મંત્રીઓને ૧૫ ઓગસ્ટ સુધી રાજધાની દિલ્હી નહીં છોડવાનું કહેવામા આવ્યું છે. આ ઉપરાંત મંત્રીઓને કોરોના વાયરસ મહામારીને જોતાં પોતાના મત વિસ્તારમાં જશ્ન નહીં મનાવવા પણ કહેવામાં આવ્યું છે.

જેપી નડ્ડાને મળશે તમામ મંત્રી

સૂત્રોના જણાવ્યા મુજબ ટોચના નેતૃત્વએ તમામ મંત્રીઓને દિલ્હીમાં રહીને પોત-પોતાના મંત્રાલયનું કામ કાજ સમજે અને આગળની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તમામ નવા મંત્રી આજે પાર્ટી મુખ્યાલયમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget