UPSC NDA II Exam 2021: સત્તાવાર નોટિફિકેશન જાહેર, 400 પદો પર થવાની છે ભરતી
ઓનલાઈન અરજી 6 જુલાઈ 2021 થી 12 જુલાઈ 2021 સુધી સાંજે છ વાગ્યા સુધી વિડ્રો કરી શકાય છે. યુપીએસસી દ્વારા 5 ડિસેમ્બર 2021ના રોજ એનડીએના નૌસેના, વાયુ સેના વિંગમાં 148માં કોર્સમાં એડમિશન માટે તથા 2 જુલાઈ 2022થી શરૂ થનારી 110મી ઈન્ડિયન નેવલ એકેડમી કોર્સ (આઈએનએસી) માટે પરીક્ષા યોજાશે.
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ નેશનલ ડિફેંસ એકેડમી (National Defence Academy) અને નૌસેના એકડમી એક્ઝામ (II) 2021 માટે સત્તાવાર નોટિફિકેશન (Notification) બહાર પાડ્યું છે. આ માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 29 જુન છે. ઉમેદવારો માત્ર સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પરથી જ અરજી કરી શકે છે.
એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવા માટે અન્ય કોઇ મોડને મંજૂરી આપવામાં આવી નથી. પરીક્ષા માટે અરજી કરતાં ઉમેદવારોએ એક્ઝામિનેશનમાં પ્રવેશ માટે તમામ એલિજિબિચી કંડીશન પૂરા કરતાં હોય તે સુનિશ્ચિત કરવું પડશે.
કઈ તારીખ સુધીમાં અરજી પરત ખેંચી શકાશે
ઓનલાઈન અરજી 6 જુલાઈ 2021 થી 12 જુલાઈ 2021 સુધી સાંજે છ વાગ્યા સુધી વિડ્રો કરી શકાય છે. યુપીએસસી દ્વારા 5 ડિસેમ્બર 2021ના રોજ એનડીએના નૌસેના, વાયુ સેના વિંગમાં 148માં કોર્સમાં એડમિશન માટે તથા 2 જુલાઈ 2022થી શરૂ થનારી 110મી ઈન્ડિયન નેવલ એકેડમી કોર્સ (આઈએનએસી) માટે પરીક્ષા યોજાશે.
યુપીએસસી NDA II એક્ઝામ 2021 વેકેંસી ડિટેલ્સ
ટોટલ પોસ્ટઃ 400 પદ
પદનું નામ
નેશનલ ડિફેંસ એકેડમી – કુલ 370 પદ- 208 આર્મી માટે, 42 નેવી માટે અને 120 પોસ્ટ એરફોર્સ માટે.
નૌસેના એકેડમી (10 + 2 કૈડેટ એન્ટ્રી સ્કીમ) – 30
એલિજિબિલિટી ક્રાઈટેરિયા
વય મર્યાદાઃ માત્ર અપરણિત પુરુષ ઉમેદવાર જેમનો જન્મ 2 જાન્યુઆરી, 2003 પહેલા અને 1 જાન્યુઆરી 2006 બાદ નથી થયો તેઓ જ આ પદ માટે અરજી કરવા એલિજિબલ છે.
આ પણ વાંચોઃ
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર નવો બનેલ વૈષ્ણવદેવી ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુક્યો
ગુજરાતમાં ઘરમાં બેસીને લોકો દારૂ પી શકે કે નહીં ? જાણો રૂપાણી સરકારે હાઈકોર્ટમાં શું કરી મોટી વાત ?
Corona Cases: 88 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 1422 દર્દીના મોત
આજથી ગુજરાતમાં શરૂ થશે વેક્સિનેશન મહાઅભિયાન, રસી માટે હવે રજિસ્ટ્રેશન ફરજિયાત નહીં…