શોધખોળ કરો
Unlock 4: ધાર્મિક-રાજકીય કાર્યક્રમોમાં કઈ તારીખથી કેટલા લોકોને હાજર રહેવાની આપવામાં આવી છૂટ, જાણો વિગતે
Unlock 4 Guidelines: 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમમાં 100 લોકોને હાજર રહેવાની છૂટ. સોશિયલ ડિસ્ટેંસિંગ, માસ્ક, હેન્ડવોશ, થર્મલ સ્ક્રેનિંગ ફરજિયાત કરાવવું પડશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કહેર વચ્ચે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે જાહેર કરેલી ગાઇડલાઇન્સ પ્રમાણે 7 સપ્ટેમ્બરથી દેશભરમાં મેટ્રો સેવાઓ શરૂ થશે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે ભારત સરકારની સલાહ લીધા વગર રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો કન્ટેનમેન્ટ ઝોનની બહાર કોઈપણ સ્થાનિક લોકડાઉન લાદી નહીં શકે. મેટ્રોની સાથે અનલોક-4માં શું ખુલશે અને શું બંધ રહેશે તેના પર એક નજર. શું ખૂલશે - 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાઓને ગાઇડલાઇન્સ સાથે શરૂ કરવાની મંજૂરી. - 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમમાં 100 લોકોને હાજર રહેવાની છૂટ. સોશિયલ ડિસ્ટેંસિંગ, માસ્ક, હેન્ડવોશ, થર્મલ સ્ક્રેનિંગ ફરજિયાત કરાવવું પડશે. - 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટર ખોલવાની છૂટ. - 21 સપ્ટેમ્બરથી 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે સ્કૂલ ખોલવાની મંજૂરી. - 21 સપ્ટેમ્બરથી ટીચર્સની સલાહ લેવા માટે ધોરણ 9થી 12માના વિદ્યાર્થી વોલંટિયરી બેસિસિ પર સ્કૂલ જઈ શકશે. (કન્ટેનમેન્ટ ઝોનને છોડીને) - 21 સપ્ટેમ્બરથી ટેકનિકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામ્સ (જેમાં લેબ કે પ્રેક્ટિકલની જરૂર છે) વાળા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ અને પીએચડીના સ્ટુડન્ટ્સ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થા ખોલી શકાશે. શું બંધ રહેશે - સિનેમા હોલ, એન્ટરટેનમેંટ પાર્ક, સ્વીમિંગ પૂલ - કન્ટેનમેન્ટ ઝોન્સમાં 30 સપ્ટેમ્બર 2020 સુધી લોકડાઉન પ્રતિબંધમાં કોઈ છૂટ નહીં આપવામાં આવે.
વધુ વાંચો





















