UP Block Pramukh Election : યૂપી બ્લોક પ્રમુખ ચૂંટણીમાં BJPની બમ્પર જીત, PM મોદીએ CM યોગીને આપી શુભેચ્છા
ઉત્તરપ્રદેશમાં બ્લોક પ્રમુખની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત થઈ છે. બ્લોક પ્રમુખ ચૂંટણીમાં પાર્ટીના શાનદાર પ્રદર્શન પર પ્રધાનમંત્રી મોદીએ બધા કાર્યકર્તાઓને શુભેચ્છા આપી છે.
ઉત્તરપ્રદેશમાં બ્લોક પ્રમુખની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત થઈ છે. બ્લોક પ્રમુખ ચૂંટણીમાં પાર્ટીના શાનદાર પ્રદર્શન પર પ્રધાનમંત્રી મોદીએ બધા કાર્યકર્તાઓને શુભેચ્છા આપી છે. મહત્વનું છે કે રાજ્યમાં 825 સીટોમાંથી ભાજપ પ્લસના 626 ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે સમાજવાદી પાર્ટી + ના 98, કૉંગ્રેસના 5 અને અન્ય 96 ઉમેદવારો જીત્યા છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે આ ચૂંટણી પહેલા સ્થાનિક તંત્રની ચૂંટણીઓમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં એકવાર ફરી પાર્ટીના શાનદાર પ્રદર્શન પર પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખોની ચૂંટણીમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. સરકારની નીતિઓ અને જનહિતની યોજનાઓથી જનતાને જે લાભ મળ્યો છે, તે પાર્ટીની મોટી જીતમાં પ્રતિબિંબિત થયો છે. આ વિજય માટે પાર્ટીના બધા કાર્યકર્તા શુભેચ્છાને પાત્ર છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, વિજયી ઉમેદવારોને દિલથી શુભેચ્છા આપુ છું અને તેનું અભિવાદન કરુ છું. ક્ષેત્ર પંચાયત પ્રમુખ ચૂંટણીમાં 626થી વધુ સીટો પર ભાજપ પોતાના સહયોગીઓ અને સમર્થકોની સાથે વિજય બની રહ્યું છે, આ સંખ્યા સંપૂર્ણ પરિણામ આવવા પર વધુ વધશે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, મને જણાવતા પ્રસન્નતા છે કે પાર્ટીની જે રણનીતિ હતી જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓના માધ્યમથી આગળ વધી, તેનું પરિણામ હતું કે 75 જિલ્લા પંચાયતો અધ્યક્ષોમાંથી 67 સીટો પર ભાજપ અને સહયોગી પક્ષોએ વિજય પ્રાપ્ત કર્યો હતો.
પીએમ મોદીનું માર્ગદર્શન અને પ્રેરણાનું પરિણામઃ યોગી
મુખ્યમંત્રી યોગીએ ગ્રામ સરપંચો, ગ્રામ સભા સભ્યો, ક્ષેત્ર પંચાયત સભ્યો, ક્ષેત્ર પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત અધ્યક્ષોની ચૂંટણીમાં 85 ટકાથી વધુ સીટો પર ભાજપને જીત મળવાનો દાવો કરતા તેનો શ્રેય પ્રધાનંત્રી મોદીના માર્ગદર્શન અને પ્રેરણાને આપ્યો છે.
હાથરસમાં સપા-ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયા બાદ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. સુલતાનપુરમાં ભાજપના કાર્યકરોએ રસ્તો રોકી દીધો છે. બારાબંકી અને લખીમપુર ખેરીમાં ભાજપ-સપાના ઉમેદવારો આમને-સામને આવી ગયા હતા.