શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

UP Election 2022: અખિલેશ યાદવ, જયંત ચૌધરી સહિત 400 લોકો સામે ફરિયાદ

ગ્રેટર નોઈડામાં ગઈકાલે રાત્રે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને આરજેડી પ્રમુખ જયંત ચૌધરીએ દાદરીમાં જનયાત્રા કાઢી હતી. જનયાત્રા દરમિયાન સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.

UP Election 2022: યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં નિયમોના ભંગને લઈને ચૂંટણી પંચ કડક બન્યું છે. ગુરુવારે સમાજવાદી પાર્ટી-આરએલડી ગઠબંધનની રેલીમાં જનયાત્રાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના અધ્યક્ષ જયંત ચૌધરી, સમાજવાદી પાર્ટીના દાદરી વિધાનસભાના ઉમેદવાર રાજકુમાર ભાટી, સમાજવાદી પાર્ટીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લા અધ્યક્ષ ઈન્દ્ર પ્રધાન અને અન્ય 300-400 લોકો વિરૂદ્ધ  નિયમોના ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

ગ્રેટર નોઈડામાં ગઈકાલે રાત્રે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને આરજેડી પ્રમુખ જયંત ચૌધરીએ દાદરીમાં જનયાત્રા કાઢી હતી. જનયાત્રા દરમિયાન સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. જેમાં કોવિડ પ્રોટોકોલનું ભારે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

રેલીમાં આતશબાજી કરવામાં આવી હતી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્યાં જોરદાર આતશબાજી પણ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચના અધિકારીઓએ પોલીસ સ્ટેશન દાદરી વિસ્તાર હેઠળ ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા, કોવિડ પ્રોટોકોલ અને આચારસંહિતાના ઉલ્લંઘનને ધ્યાનમાં લઈને કેસ નોંધ્યો છે.

એપિડેમિક એક્ટ સહિત અન્ય ઘણી કલમોમાં કેસ દાખલ

અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ગૌતમ બુદ્ધ નગરના દાદરીના પોલીસ સ્ટેશનમાં કલમ 188, 269, 270 ભાદવી અને 3/4 મહામારી એક્ટ હેઠળ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના અધ્યક્ષ જયંત ચૌધરી, સમાજવાદી પાર્ટી દાદરી વિધાનસભાના ઉમેદવાર રાજકુમાર ભાટી, ગૌતમ બુદ્ધ નગર જિલ્લા અધ્યક્ષ ઈન્દ્ર પ્રધાન અને સમાજવાદી પાર્ટીના અન્ય 300-400 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પંચે કહ્યું કે અમે આ મામલે ટૂંક સમયમાં કાર્યવાહી કરીશું.

યુપીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 10 ફેબ્રુઆરીએ મતદાન થશે

તમને જણાવી દઈએ કે યુપી સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી છે, જેના કારણે ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષો પોતપોતાના હિસાબે મતદારોને રીઝવવામાં લાગેલા છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કુલ 403 વિધાનસભા બેઠકો છે. યુપીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget