શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
યોગી સરકારના આકરા તેવરઃ જો લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો થશે તો NSA કાયદો લગાવાશે
આદેશ અનુસાર રાજ્યમાં ક્યાંય પણ પોલીસકર્મીઓ પર હુમલો થશે, તો હુમલો કરનારાઓ વિરુદ્ધ NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે
લખનઉઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને હાલ દેશભરમાં લૉકડાઉન છે, આવામાં લૉકડાઉનનુ પાલન કરાવવા માટે પોલીસકર્મીઓ તૈનાત છે, પણ કેટલીક જગ્યાએ પોલીસકર્મીઓ પર હુમલો થયાના સમાચાર આવતા યુપીની યોગી સરકાર એલર્ટ થઇ ગઇ છે. યોગી સરકારે રાજ્યમાં લૉકડાઉન તોડવા પર NSA કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.
લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો ના થાય તે માટે યોગી સરકારે રાજ્યમાં એક આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર રાજ્યમાં ક્યાંય પણ પોલીસકર્મીઓ પર હુમલો થશે, તો હુમલો કરનારાઓ વિરુદ્ધ NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે, NSA કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ વાત છે કે ગઇકાલે મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેટલાક બદમાશો દ્વારા ડૉક્ટરની ટીમ અને પોલીસકર્મીઓ પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ટીમ કોરોના શંકાસ્પદોના સેમ્પલ લેવા ગઇ હતી.
આ હુમલા બાદ મધ્યપ્રદેશની સરકારે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરતા બધા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, બધાની ઉપર રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લગાવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion